Heavy Rain Banaskantha: ગુજરાતમાં ભારે વરસાદ પછી ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANI એ વિડીયો શેર કર્યો છે. અહીં રસ્તાઓ તળાવ બનવા ઉપરાંત વિસ્તારમાંની દુકાનોમાં પણ પાણી ઘુસી ગયું છે.

#WATCH | Gujarat: Heavy rainfall causes waterlogging in the Ambaji area of Banaskantha.

(Earlier visuals from the area) pic.twitter.com/4TDqdzJiCm
— ANI (@ANI) June 26, 2024

રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે વીજળી પડી હતી. ઉપલેટા (Majethi villeage of Upleta district) તાલુકાના મજેઠી ગામે ખેડૂતના બે બળદો પર વીજળી પડતા બંનેના મોત થયા (2 bulls were killed by lightning) હતા. મજેઠી ગામના ભીમજીભાઈ નારણભાઈ કોઠીવાર નામના ખેડૂતના બંને બળદો ખેતરે બાંધ્યા હતા ત્યારે તેના પર વીજળી પડતા બંનેના મોત થયા હતા. જોકે બાજુમાં જ ભેંસ અને પાડી બંને બાંધેલા હતા તેનો આબાદ ચાવ થયો હતો. પાટણવાવ વિસ્તારની કરાર નામની સીમમાં મહાદેવના મંદિર પાસે ઘટના બની હતી.

હવામાન વિભાગની આગાહી (IMD forecast) મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદનું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચ દિવસ રાજ્યના કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પણ થઇ શકે છે વરસાદ. બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ભરૂચ, સુરત,ડાંગ,તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા,જામનગરમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદનું અનુમાન છે. ભારે પવન સાથે વરસાદના અનુમામને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

26 જૂને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી.

27 જૂન: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.

28 જૂન: સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

29 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.

30 જૂન: નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

Comments
Post a Comment