સૌ. યુનિ.માં 10 આસિ. પ્રોફેસરને કાયમીના ઑર્ડર:જમીન ખાનગી બિલ્ડરને પધરાવી દેવા મામલે મ્યુ. કમિશનરની તપાસમાં બધુ નિયમ મુજબ, ઇન્ચાર્જ VC જમીનના સાધનિક પુરાવાઓ આપશે

https://ift.tt/C0Ahd4B સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી એટ્લે કે 7 કલાક ચાલેલી આ બેઠક બાદ 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવાના અટકેલા ઓર્ડર બાબતે નિર્ણય થઈ ગયો હતો અને તેમાં 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા બિલ્ડરને પધરાવી દેવા મામલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામા આવેલી તપાસ બાદ આજે જ્યારે જવાબ આપવામાં આવ્યો હતો કે જમીન નિયમ મુજબ જ આપવામાં આવી છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા માગવામાં આવેલા સાધનિક પુરાવાઓ રજૂ કરવા માટેનું નિર્ણય કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. ધારા દોશી, બયોસાયન્સમાં સુરેશ ચોવટીયા, ભૌતિકશાસ્ત્રમાં મેઘા વાગડીયા, તે જ ભવનમાં ડૉ. ડેવિટ ધ્રુવ, ફાર્મસીમાં સ્તુતિ પંડ્યા, તે જ ભવનમાં પ્રિયા પટેલ અને મેહુલ રાણા તો નેનો સાયન્સમાં જયસુખ મારકણા, અંગ્રેજીમાં હેના મુલિયાણા અને વિરલ શુક્લાની કાયમી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગણિતશાસ્ત્ર ભવનમાં નિમણૂક પામેલા કલ્પેશ પોપટ સામે ગુજરાત હાઇકોર્ટમાં એક ઉમેદવારે અરજી કરી હોવાથી નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. જ્યારે બી. આર. આંબેડકર ચેરમાં રીસર્ચ આસિસ્ટન્ટ તરીકે રવિ ધાનાણીની નિમણૂક કરવામા આવેલી છે. બોર્ડ ઑફ મેનેજમેન્ટની બેઠકમાં લેવાયેલા નિર્ણય - તા.15/03/2023 અને તા. 25/04/2023ના રોજ મળેલ ફાઈનાન્સ સમિતિની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવેલ હતી. - ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ Gujarat State Procurement Policy 2024 ની જોગવાઈઓનો અમલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા કોઈપણ ભૌતિક કે સેવાકીય ખર્ચ-ખરીદીમાં કરવા અંગેની બાબત પરિપત્રિત થયેલ છે તેની નોંધ લીધી - માતુશ્રી વિરબાઈમા મહિલા આર્ટસ એન્ડ કોમ્પ્યુટર કોલેજ તરફથી આવેલ બાયફર્કેશનની બાબત મંજૂર કરવામાં આવી. - આર્યવીર હોમિયોપેથીક મેડીકલ કોલેજ કુવાડવા, જી.રાજકોટ તરફથી આવેલ બાયફર્કેશનની બાબત મંજૂર કરવામાં આવી. - પંચશીલ કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી આવેલ સ્થળ ફેરફારની અરજી રાજ્ય સરકારશ્રી તથા એન.સી.ટી.ઈ. ની મંજૂરી મળ્યા બાદ માન્ય રાખવાની શરતે મંજૂર કરવામાં આવી. - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સાફ સફાઈ, ક્લીનીંગ તેમજ ઝાડી ઝાંખરા કાઢવાના કામગીરીનું વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટની કામગીરીના આવેલ L1 પાર્ટીના ભાવની બાબત મંજૂર કરવામાં આવી. - તા.14/03/2023અને તા.24/04/2023નાં રોજ મળેલ એકેડેમિક કાઉન્સિલની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવી. તા.29/03/2023અને તા.02/08/2023ના રોજ મળેલ બોર્ડ ઓફ સ્પોર્ટ્સની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવી. - તા.16/07/2024ના રોજ મળેલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલની ભલામણો અને કાર્યવાહી નોંધ સુધારા સાથે મંજૂર કરવામાં આવી. 10 મદદનીશ પ્રાધ્યાપકો પૈકી જે પ્રાધ્યાપકોના ખાનગી અહેવાલ રજૂ કરવામાં આવેલ છે તેને નિયમિત કરવાની મંજૂરી. 1 મદદનીશ અધ્યાપક કે જેને ખાનગી અહેવાલ બાકી છે જે આવ્યા બાદ નિર્ણય કરવાની સતા કુલપતિને આપવામાં આવી. 1 મદદનીશ પ્રાધ્યાપક કે જેની બાબત ગુજરાત હાઈકોર્ટમાં સબજયૂડીશ હોય, નામદાર ગુજરાત હાઈકોર્ટના ફાઈનલ જજમેન્ટને આધિન નિયમીત કરવાની મંજૂરી. - એસ્ટેટ કમિટી તા.24/04/2023ની ભલામણો પરત્વે વિચારણા થવા તથા માન.કુલપતિ દ્વારા સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ બાબત મંજુર કર્યાના માન. કુલપતિના કાર્યને બહાલી આપવામાં આવી. - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં રહેલ ઇન્વર્ટરની બેટરી બાયબેક સિસ્ટમથી GeM મારફત એસ્ટેટ કમિટી/સીન્ડીકેટની બહાલીની અપેક્ષાએ ખરીદ કર્યાના માન. કુલપતિના કાર્યને બહાલી આપવામાં આવી. - ઇલેક્ટ્રિક કામના નવા સ્ટાન્ડર્ડ શેડયુલ ઓફ રેટ્સ )વર્ષ 2022-23 (અમલમાં લેવા એસ્ટેટ/સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ મંજુર કરવા માન.કુલપતિના કાર્યને બહાલી આપવામાં આવી. - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ ગ્રંથાલયમાં ૨૫૦ લિટર ROની ખરીદી GeM મારફત એસ્ટેટ/સિન્ડિકેટની બહાલીની અપેક્ષાએ કર્યાના માન કુલપતિના કાર્યને બહાલી આપવામાં આવી. - તા.15/03/2023તથા તા.25/04/2023નાં રોજ મળેલ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગની ભલામણો અને કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવી. - યુનિવર્સિટી કેમ્પસમાં વર્ગ-4 ના ક્વાટર્સ પાસે આવેલ યુનિવર્સિટીની જગ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકી અને કબજાની જમીન કપાત કરીને રૈયાના રે.સ.નં.23ના અંતિમ ખંડને 27ના જમીન માલિકો યુનિવર્સિટીની કમ્પાઉન્ડ વોલ તોડી પાડેલ છે તે બાબતે રાજકોટ મહાનગર પાલિકા તરફથી માંગવામાં આવેલા સાધનિક કાગળો રજૂ કરવા.
Comments
Post a Comment