Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ નોંધાયો હતો. તે સિવાય કચ્છમાં સીઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા, સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

- મહેસાણામાં ખાબક્યો સાડા સાત ઈંચ

- પ્રાંતિજમાં ખાબક્યો સાડા છ ઈંચ

- વિસનગરમાં વરસ્યો સાડા છ ઈંચ

- હાંસોટમાં વરસ્યો પોણા છ ઈંચ

- વિજાપુરમાં વરસ્યો સાડા પાંચ ઈંચ

- લુણાવાડામાં વરસ્યો સાડા પાંચ ઈંચ

- વડગામમાં સવા પાંચ ઈંચ

- જોટાણામાં પાંચ ઈંચ

- ખંભાતમાં પોણા પાંચ ઈંચ

- તલોદમાં સાડા ચાર ઈંચ

- હિંમતનગરમાં સાડા ચાર ઈંચ

- માણસામાં સાડા ચાર ઈંચ

- મોડાસામાં સવા ચાર ઈંચ

- કપરાડામાં સવા ચાર ઈંચ

- વડોદરામાં ચાર ઈંચ

- મેઘરજમાં ચાર ઈંચ

- બાયડમાં ચાર ઈંચ

- સાંતલપુરમાં સાડા ત્રણ ઈંચ

- નડીયાદમાં સવા ત્રણ ઈંચ

- વડનગરમાં સવા ત્રણ ઈંચ

- બેચરાજીમાં ત્રણ ઈંચ

- ઊંઝામાં ત્રણ ઈંચ

- વાપીમાં ત્રણ ઈંચ

- ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ

- પાલનપુરમાં પોણા ત્રણ ઈંચ

- ખાનપુરમાં અઢી ઈંચ

- દેહગામમાં અઢી ઈંચ

- વાગરામાં અઢી ઈંચ

- કડીમાં અઢી ઈંચ

- સંતરામપુરમાં અઢી ઈંચ

- ઓલપાડમાં સવા બે ઈંચ

- ભિલોડામાં સવા બે ઈંચ

- માતરમાં સવા બે ઈંચ

- ધાનેરામાં સવા બે ઈંચ

- બાવળામાં સવા બે ઈંચ

- આહવામાં સવા બે ઈંચ

- ઉમરગામ, દાંતિવાડામાં બે બે ઈંચ

- ધનસુરા, માલપુર,માંડલમાં બે બે ઈંચ

- ખેડબ્રહ્મા, અમીરગઢ, ઈડરમાં બે બે ઈંચ

- ચોર્યાસી, ડીસા, સુરત શહેરમાં બે બે ઈંચ

- ક્વાંટ, સિદ્ધપુર, મહુધામાં પોણા બે ઈંચ

Comments
Post a Comment