Gujarat heavy rain forecast July 26: રાજ્યમાં ચોમાસાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આજે, 26 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

27 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દિવસે રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 જુલાઈના રોજ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, "આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે."

દેશના ઘણા રાજ્યોમાં ભયંકર વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ત્રણેય રાજ્યોના અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગુરુવારે એટલો વરસાદ પડ્યો હતો કે ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. આ જ સ્થિતિ એમપી અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળી હતી. રસ્તાઓ નદી બની ગયા છે. પુણેમાં વરસાદના એલર્ટને જોતા આવતીકાલે તમામ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સેનાએ બચાવ કામગીરીની જવાબદારી લેવી પડી છે.

મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 7 જિલ્લામાંથી 4 હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાતમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતના બનાસકાંઠામાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. કટની જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારો પણ પાણી હેઠળ છે, ધીમરખેડા અને બહોરીબંધ તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો ટાપુઓમાં ફેરવાઈ ગયા છે. લોકો ઘરની છત પર પડાવ નાખી રહ્યા છે. એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...
Comments
Post a Comment