આવતીકાલે ભારતી મેળો:વડોદરાના તરસાલી ITI કેમ્પસમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

https://ift.tt/AfbKDqd મોડેલ કરિઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી, વડોદરા દ્વારા આવતીકાલે તા.24/07/2024ના રોજ મોડેલ કરિઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગ્યે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવશે. જેમાં 300થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે વડોદરા જિલ્લાના નોકરીદાતાઓ હાજર રહેશે. ધો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ ટ્રેડ- ફિટર, ટર્નર, વેલ્ડર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ડિપ્લોમા- મિકેનિકલ, ઓટોમોબાઈલ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા આવશે રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ જેમાં સ્વરોજગાર લોન, સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા આવશે. ભરતી મેળામાં ભાગ લેવા તેમજ નોકરીદાતાની વિગતો જોવા અનુબંધમ પોર્ટલ https://ift.tt/ynwziTB પર ઓનલાઈન જોબફેરમા પાર્ટીસેપેટ થવા તેમજ રિઝ્યુમ તથા ડોક્યુમેન્ટસ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવામાં આવે છે.
Comments
Post a Comment