
https://ift.tt/ipaJcQY જૂનાગઢ જિલ્લાના ધોરણ 12, ડિપ્લોમાં કે આઇટીઆઇ પાસ કરેલ છાત્રો માટે ખાનગીમાં નોકરીની તક મળે તે માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે તારીખ 22 ઓગસ્ટના ભરતીમેળાનુ આયોજન કરેલ છે. રોજગાર કચેરીના અધિકારીએ જણાવ્યુ કે, ખાનગી ક્ષેત્રના એકમ ઇન્સ્ટાકાર્ટ (ફ્લિપકાર્ટ) પ્રા.લિ. કંપની તથા મહાવીર એન્ટરપ્રાઇઝ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ટીમ લીડર, ડીલેવરી બોય, મશીન ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર, માર્કેટિંગ/સેલ્સ એક્ઝુકેટીવ તથા એકાઉન્ટની જગ્યાઓ માટે 20 થી 35 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એચ.એસ.સી, સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા. 22મીએ સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી-વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનું આયોજન કરેલ છે. ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તેમજ ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://ift.tt/0ydGSEW ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. તેમ જણાવેલ છે. યુટિલિટી ટીમ લીડર, મશીન- કમ્પ્યુટર ઓપરેટર માટે આજે ભરતીમેળો
Comments
Post a Comment