
<p>સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કચ્છમાં તો આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ..આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે.. કચ્છ જામનગર મોરબીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. સમગ્ર રાજ્યમાં ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આજે સૌરાષ્ટ્ર અને કચ્છને રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જો કે આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ જોવા મળી રહ્યો. છે જો કે હવામાન વિભાગે જે મેપ આપ્યો હતો તેમાં આજે અમદાવાદમાં કોઈપણ વોર્નિંગ આપવામાં આવી ન હતી.. </p>
Comments
Post a Comment