અમદાવાદના સમાચાર:BAMS અને BHMS માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, 2261 વિદ્યાર્થીઓએ ફી ભરીને હેલ્પ સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું

https://ift.tt/getqCIL વર્ષ 2024-25 માટે BAMS અને BHMS માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે.પ્રવેશ પ્રક્રિયા માટેનુ પ્રથમ રાઉન્ડનું મેરીટ 11 સપ્ટેમ્બરે જાહેર થયું હતુ.મેરીટ મુજબ BAMSમાં 2691 અને BHMSની 3587 બેઠકો ફાળવવામાં આવી છે.આ બેઠકનું રિપોર્ટિંગ 18 સપ્ટેમ્બર સુધી કરવાનું હતું, જેમાંથી BAMSમાં 1608 અને BHMSમાં 2261 વિદ્યાર્થીઓએ ફી ભરીને હેલ્પ સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 2409 બેઠક નોન રિપોટેડ છે. પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી NRI,PHDની બેઠકો આયુર્વેદમાં 361 અને હોમીયોપેથીમાં 537 છે, જે બીજા રાઉન્ડ દરમિયાન ખાલી રહેશે તો NRIમાંથી MQમાં અને PWDની બેઠકો જે-તે કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે. આજ સુધીમાં 906 જેટલા પીન વેચાયા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી અને ખાનગી અભ્યાસક્રમ ધરાવતી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજમાં એમડી અને MSની સરકારી મેનેજમેન્ટ અને એનઆરઆઇ બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન પીન ખરીદીને 18 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હતા. જેમાં આજ સુધીમાં 906 જેટલા પીન વેચાયા છે.જેમાંથી 601 પીન આયુર્વેદ એમડી એમએસના અને 303 પીન એમડી હોમિયોપેથીના છે.વિદ્યાર્થીઓ વધુ માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ MEDAM.GUJARAT.ORG પરથી મેળવી શકશે.
Comments
Post a Comment