રાજકોટના સમાચાર:વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે સફાઈ અભિયાન શરૂ, રેલી-વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા

https://ift.tt/g13KGoi વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે જે અંતર્ગત આજરોજ શહેરમાં સી.આઇ.એસ.એફ. યુનિટ દ્વારા "સ્વછતા હી સેવા" અંતર્ગત સ્વછતા રેલી અને મેરેથોન યોજાયા હતા. આ કાર્યક્રમનું તા. 17 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રારંભ નિમિતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી. જી.એસ.ટી. કોલોનીથી રેસકોર્સ થઇને જૂના એરપોર્ટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તકે ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ એરપોર્ટના ડી.સી./સી.એ.એસ.ઓ.ના અધિકારી અમનદીપ સીરસવા દ્વારા આ સ્વછતા અંગેની રેલીનો ફ્લેગ ઓફ કરવામાં આવેલ હતું. જેમાં સી.આઇ.એસ.એફ.ના 45 જવાનો, મનપાના 25 સફાઇ કર્મચારીઓ, જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 8 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા રાજકોટ ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવે સેફટી માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમએ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે રાજકોટ ડિવિઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ વિભાગ (ટ્રેક્શન) અને ઈજનેરી વિભાગના કર્મચારીઓને ઓગસ્ટ, 2024 મહિનામાં રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ મીણા (લોકો પાયલટ-ગુડ્સ, હાપા), મુકેશ કુમાર (એરિયા ટ્રેનિંગ સેન્ટર, રાજકોટ-ઈન્ચાર્જ), સંજય મિશ્રા (સ્ટેશન માસ્ટર, ભાટિયા), બિનેશ કુમાર (સ્ટેશન માસ્ટર, ભાટિયા), ગોવિંદ પ્રસાદ બૈરવા (સ્ટેશન માસ્ટર, ભાસ્કરપરા), રાહુલ કુમાર પટેલ (ગેટમેન ગેટ નંબર 69, એન્જિનિયરિંગ), મનીષ કુમાર મીના (સ્ટેશન માસ્ટર, જામવંથલી) અને દેવેન્દ્ર સિંહ (સ્ટેશન માસ્તર, સિંધાવદર)નો સમાવેશ થાય છે. આ રેલવે કર્મચારીઓ દ્વારા ટ્રેકની નજીક ટ્રેનના વ્હીલનું સ્પાર્કિંગ જોવું, લેવલ ક્રોસિંગ ફાટક પર અસામાન્ય પરિસ્થિતિ જોવી, લેવલ ક્રોસિંગ રેલવે ફાટક પર રોડ વાહનનું અચાનક આગમન વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેલવે કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અને આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક 21 સપ્ટેમ્બરે યોજાશે રાજકોટમાં દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લા કક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા. 21 સપ્ટેમ્બર, 2024ના શનિવારે સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભા ખંડ ખાતે યોજવામાં આવી છે, જેની સભ્યોએ નોંધ લેવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે. ભાદર-2 ડેમનો 1 દરવાજો ખોલાતા હેઠવાસના ગામને સાવચેત રહેવા સૂચના રાજકોટ ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-2 ડેમના 2 દરવાજા હાલ સુધી 0.38 મીટર ખોલાયા હતા. હાલમાં વરસાદની આવક ઘટતા 1 દરવાજો બંધ કરી 1 દરવાજો 0.6 મીટર ખુલ્લો હોવાથી ભાદર-2 ધોરાજી તાલુકા પાસેનો ભાદર-2 ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજાને 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે, જેના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલંગણા, ઉપલેટા ગામના લોકોને સાવચેત રહેવા રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલ સેલ દ્વારા જણાવાયું છે. રાજકોટ જિલ્લાની હાઉસિંગ સોસાયટીઓને ઓડિટ કરવા સૂચના રાજકોટ જિલ્લાની તમામ હાઉસિંગ કો-ઓપરેટીવ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો-ઓપરેટીવ સોસાયટીઓને તા. 31 માર્ચ-2024 સુધીનું ઓડિટ 30-5-25 સુધીમાં કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રારની પેનલ (https://ift.tt/42OkEhN) પરના રાજકોટ જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડિટરની નિમણૂક કરી, તે બદલની જાણ કચેરીમાં કરવા તેમજ સમયમર્યાદામાં ઓડિટ પૂર્ણ કરવા તથા ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજૂ કરવા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ)ની યાદીમાં જણાવાયું છે. સંરક્ષણ દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે તાલીમ વર્ગનું આયોજન ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024/25 દરમિયાન આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો તથા પેરા મિલિટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે, સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગ અંતગર્ત આ વર્ષે રોજગાર કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે, આ તાલીમમાં જોડાવા ઈચ્છુક રાજકોટ જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોને મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી-રાજકોટને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. 30 સપ્ટેમ્બર સુધી સ્વખર્ચે પોતાની સંમતી આપની રહેશે. આ તાલીમ વર્ગ રાજકોટ ખાતે નિઃશુલ્ક યોજાશે, રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્રારા કરવામાં આવશે અને રૂ. 100નું સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે. ઉમેદવારોએ 30 દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.
Comments
Post a Comment