
https://ift.tt/ixHX5ay દેશમાં દરેક ગામ તથા શહેરોને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે હાલમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશરૂપે સફાઈ કામગીરી ચાલી રહી છે. વડોદરા જિલ્લામાં પણ શિનોર, કરજણ અને ડભોઇ તાલુકાના આઠ ગામોમાં નાગરિકો સ્વયંભૂ રીતે જોડાઇને શ્રમદાન કરી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત શિનોર તાલુકાનું કુકસ, કરજણ તાલુકાનું કરમડી, ડેસર તાલુકાનાનું તુલસીગામ અને ડભોઇ તાલુકાના બોરબાર, વલીપુરા, મોસમપુરા અને કુંઢેલા ગામમાં ગ્રામજનો સ્વયંભૂ રીતે જોડાઇને આ અભિયાનને વધાવી રહ્યા છે. આ ગામના નાગરિકો દ્વારા ગામના જાહેર માર્ગો, સરકારી કાર્યાલયોના પ્રાંગણ, મેદાનો, ઘરના આંગણા અને વિવિધ જગ્યાઓ પર સ્વેચ્છાએ સાવરણો ઉપાડીને સ્વચ્છતાના સંકલ્પને સફળ બનાવવામાં શ્રમદાન આપ્યું હતું. સાથે લોકો અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે કરજણ તાલુકાના કરમડી સહિત અનેક ગામોમાં સ્વચ્છતા રેલી પણ યોજવામાં આવી હતી. જેમાં સ્વરછતાને લગતા નારાઓ અને સૂત્રો દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને લોકોએ ઝીલી લીધું છે અને આ અભિયાન જન જન સુધી પહોંચી રહ્યું છે. નાગરિકો સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સૂત્રને આત્મસાત કરીને શ્રમદાન કરીને અભિયાનને લોકભાગીદારી થકી વધુ વ્યાપક બનાવી રહ્યા છે તે નોંધનીય બાબત છે. માત્ર 1કલાકમાં 498 રક્તદાતાઓએ રકતદાન કરી રેકોર્ડ કર્યો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામે ફૈઝ કેમ્પસમાં ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુકત ઉપક્રમે જશ્ને ઈદે મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત 36મો મેગા રકતદાન કેમ્પ યોજાઈ ગયો.જેમાં 1499નાં લક્ષ્યાંક સામે 2310 રકત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનોની સાથે સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રકતદાન કર્યું હતું. આ કેમ્પમાં મહિલાઓએ રક્તદાન કરવા માટે કતારો લગાવી હત. આ પ્રસંગે ડો.સૈયદ મોઈનુદ્દીન બાવાસાહેબ તેમજ સૈયદ કલીમઅતહર બાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પની સાથે આઈ ચેકઅપ કેમ્પમાં આંખોનાં રોગનાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આંખો તપાસીને નિદાન કરવામાં આવ્યું હતું. આ મેગા રક્તદાન કેમ્પમાં વડોદરાની એસએસજી બ્લડ બેંક,આયુષ બ્લડ બેંક, ઈન્દુ બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક, આણંદની રેડક્રોસ બ્લડ બેંક, ભરૂચની રેડક્રોસ બ્લડ બેંક,અને યુનિટી બ્લડ બેંકનાં તબીબો અને સ્ટાફનાં સહયોગથી 2310 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બશીરભાઇ પટેલ,ઉપપ્રમુખ હુશેનભાઈ સાલેહ, જફરૂલ્લા ધોરી,મોઇનભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા ફૈઝ યંગ સર્કલનાં સભ્યોએ ભારે જહેમત કરી મેગા રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. વડોદરા જિલ્લાના ખેડૂતો માટે સમાચાર વડોદરા જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે https://ift.tt/FotSNQe પોર્ટલ પર અરજી કરવા માટે 24 સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી એમ કુલ સાત દિવસ માટે પોર્ટલ ખોલવામાં આવશે. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના નીચે મુજબના ઘટકો જેવા કે, ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો-પાવર સંચાલિત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરિંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ-ખેડૂત પોર્ટલ દિવસ 7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મુકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂતોએ અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Comments
Post a Comment