
https://ift.tt/ahFQr98 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા સમગ્ર દેશ 7મો પોષણ માસ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન તથા સંકલનમાં રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે તા.21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીના અધ્યક્ષ સ્થાને રાજકોટ પોષણમાહ કાર્યશાળા યોજાશે. જેમા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટી.એચ.આર)નું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી વગેરેના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તથા સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, રામ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. રાજકોટ શહેરકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્યકક્ષાની નવરાત્રી રાસ - ગરબા સ્પર્ધા આગામી તા.23 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આયોજન થનાર છે. જેમાં જે સંસ્થાના કલાકાર ભાઈઓ-બહેનોએ ફોર્મ ભર્યા છે. તેમણે સ્પર્ધામાં સમયસર હાજર રહેવા અને કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દીહોરાની યાદીમાં જણાવાયું છે. શનિવારે રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન, નશા મુક્તિ કેમ્પેઈન કમિટીની બેઠક રાજકોટ જિલ્લાકક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. જેના અનુસંધાને સપ્ટેમ્બર માસની જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક તા.21 સપ્ટેમ્બરના શનિવારે જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભા ખંડ ખાતે સવારે 11 કલાકે યોજવામાં આવી હતી, જેના બદલે હવે આ બેઠક બપોરે 3 કલાકે યોજવામાં આવશે. જેની સભ્યોએ નોંધ લેવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ભારત સરકારે નશામુક્ત ભારત કેમ્પઇનના અમલીકરણ માટે ગઠીત ડીસ્ટ્રીકટ લેવલ નશા મુક્ત કેમ્પઇન કમિટીની બેઠક તા.21 સપ્ટેમ્બરના રોજ અધ્યક્ષ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ, ત્રીજા માળે રાખવામાં આવેલી છે. કમિટીના સભ્યોને આ તકે ઉપસ્થિત રહેવા નશા મુક્ત કેમ્પઇન કમિટી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે. આઇ ખેડુત પોર્ટલ 7 દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ https://ift.tt/gOpBeoU પોર્ટલ પર અરજી કરવા કરી શકે તે માટે 2024- 25 માટે આઇ ખેડુત પોર્ટલ દિન-7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મુકવામાં આવશે. જેમાં ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો -પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડોનો સમવેશ થાય છે. જે અંતર્ગત તા.21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10.30 કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ એમ થઈને કુલ 11 જિલ્લાઓ માટે પોર્ટલમાં અરજી કરી શકાશે. જ્યારે તા.23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10.30 કલાકે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ એમ થઈને કુલ ૫ જિલ્લાઓ પોર્ટલમાં અરજી કરી શકશે. ભોમેશ્વર ફાટકે કાયમી ટ્રાફિકજામ, હાર્ટ એટેકના દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલની ધીમી કામગીરીના કચવાટ વચ્ચે ટ્રાફિકના પારાવાર પ્રશ્નો સર્જાયા છે. જામનગર રોડ પાર કરવા માટે ભોમેશ્વર ફાટકથી પસાર થવું પડતું હોય છે અને ટ્રેન પસાર થતી વેળાએ ફાટક બંધ હોય.જ્યારે બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી જાય છે. ઇમરજન્સી કામે જનારા પણ ફસાઇ જાય છે. આજે હાર્ટએટેકના પેશન્ટ સાથેની એમ્બ્યુલન્સ પણ અર્ધો કલાક સુધી ફસાઇ ગઇ હતી.ભૂતકાળમાં રૈયા રોડ, એરપોર્ટ જેવા ફાટકોએ સમાન દશા હતી. રૈયા રોડ પર અંડરબ્રીજ બની ગયો, એરપોર્ટ ફાટક પહોળુ કરાયું હતું. ભોમેશ્વર ફાટકે સાંઢિયા પુલને કારણે ટ્રાફિક વધી ગયો છે. લોકોમાં થતી ચર્ચા પ્રમાણે ઘણી વખત લાંબો વખત ફાટક બંધ રહે છે અને પરિણામે બન્ને બાજુ વાહનોની લાંબી કતાર થવા સાથે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે.જો કે ટ્રાફિક સંચાલન માટે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં અનેક વખત અર્ધી-અર્ધી કલાકે ટ્રાફિક ક્લીયર થાય છે. આજે પણ સમાન સ્થિતિ થઇ હતી તેમાં હૃદયરોગનો હળવો આંચકો આવ્યો હતો તે દર્દીને હોસ્પીટલે લઇ જતી એમ્બ્યુલન્સ ફસાઇ હતી. કોઇ ગંભીર પેશન્ટ હોય અને કોઇ અનિચ્છનીય બને તો શું? એવો સવાલ છે. વોર્ડ નં. 1માં અરિહંતનગરમાં અશાંતધારો લાગૂ કરવા કલેકટરને રજૂઆત શહેરના જામનગર રોડ પર ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ વોર્ડ નં.1ના અરિહંતનગરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી સાથે આ વિસ્તારના રહીશોએ આજે કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ મામલે કલેકટર તંત્રને રજુઆત કરી છે.આ બાબતે અરિહંતનગરના પ્રફુલ્લ ખંભાયતા, સચીન શીલુ, રૂષભ વ્યાસ, ધવલ ધામેચા, મનહરસિંહ ચૌહાણ સહિતના અરજદારોએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડ નં.1ના વિકાસશીલ એવા આ વિસ્તારમાં સાતથી આઠ જેટલી સોસાયટીમાં 2,500ની વસ્તી વસવાટ કરી રહી છે.જેમાં અરિહંતનગરના રહેવાસીઓના લતામાં વિધર્મીને મકાનનુ વેચાણ કરાતા આ વિધર્મી દ્વારા લતાવાસીઓને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરી દેવામાં આવેલ છે તેમજ આ વિધર્મી શખ્સ દ્વારા અનઅધિકૃત બાંધકામ પણ ખડકી દેવામા આવેલ હોવાની પણ ફરિયાદ અરિહંતનગરના અરજદારોએ કરી હતી.વધુમાં જણાવેલ હતુ કે વોર્ડ નં.1ના અમુક વિસ્તારમાં હાલ અશાંત ધારો અંશત: લાગુ છે ત્યારે હવે અરિહંતનગરમાં વિધર્મીને મકાનનુ વેચાણ કરાતા અને આ વિધર્મી શખ્સ દ્વારા લતાવાસીઓને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરાતા આ વિસ્તારની શાંતિ જોખમાવવાની શકયતા રહેલી હોય આ વિસ્તારને તત્કાલ અશાંત ધારા હેઠળ આવરી લેવા અરજદારોએ રજૂઆત કરી હતી. 30મીએ ડાક અદાલત, 26મી સુધીમાં પ્રશ્નો મોકલી દેવાના રહેશે ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.30ના રોજ બપોરના 3 કલાકે ડાક અદાલતનુ આયોજન કરેલ છે.જેમા નીતિવિષયક મુદા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરાશે. આ અંગે પ્રવર ડાક અધિક્ષકએ જણાવેલ છે કે આ ડાક અદાલતમાં ફરિયાદીએ ફરિયાદમાં એકથી વધારે મુદાઓ કે વિષયો લેવા નહીં.ડાક અદાલતમાં નિરાકરણ માટેના પ્રશ્ર્નો તા.26-9 સુધીમાં ડેપ્યુટી મેનેજર એસ.એસ.પી.ઓ. ગ્રાહક સેવા કેન્દ્ર બીજો માળ હેડ પોષ્ટ ઓફીસ બિલ્ડીંગ રાજકોટના સરનામે મોકલી આપવા જણાવાયુ છે. આ ડાક અદાલતના અધ્યક્ષસ્થાને પ્રવર ડાક અધિક્ષક રહેશે. RTO એ પાસીંગ વિનાની 13 સ્કૂલ વાનને રૂ. 1.65 લાખનો દંડ ફટકાર્યો રાજકોટમાં વારંવાર સ્કૂલો આસપાસના વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા રાજકોટ જિલ્લા RTO વિભાગની ટીમોએ આજે ફરી એકવાર શહેરના એસ.એન.કે. સ્કૂલ પાસેના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ અને નિયમોનો ભંગ કરનાર સ્કૂલવાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ.ખપેડએ જણાવેલ હતુ કે આજે સવારે આરટીઓ ઈન્સ્પેકટર વાય.જી.પટેલ, અંકિત પરમાર, કે.ડી.ઝાલા, જે.એસ.ચૌધરી તથા ઓ.એચ.ઝાલાની ટીમે કાલાવડ રોડ ઉપર એસ.એન.કે. સ્કૂલ પાસેના વિસ્તારમાં સ્કૂલ વાહનોનુ ચેકીંગ હાથ ધર્યું હતુ.આ ચેકીંગ દરમ્યાન કુલ 13 સ્કૂલવાન જે પ્રાઈવેટ વાહનો તરીકે પાસીંગ હોય તેમના વિરૂધ્ધ પરમીટ ભંગ બદલ કાર્યવાહી કરવામા આવી હતી અને કુલ રૂ.1.65 લાખના દંડની વસુલાત કરવામા આવી હતી. આ સરપ્રાઈઝ ચેકીંગ હજુ પણ સમયાંતરે થતુ રહેશે એવુ RTO અધિકારીએ જણાવેલ હતુ. કલેકટર કચેરીમાં પોસ્ટર લગાવાયા: શાખાધ્યક્ષને બદલે વર્ગ-1, 2ના અધિકારીઓને મળવું રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં પ્રશ્નોની રજુઆત માટે આવતા અરજદારોને માત્ર વર્ગ-1 અને 2 નાં અધિકારીઓને મળવા ફરમાન કરી દેવામાં આવેલ છે.આ અંગેનાં પોસ્ટરો કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટફલોર પર ચીપકાવી દેવામાં આવેલ છે.જેમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે જીલ્લા સેવા સદન (કલેકટર કચેરીમાં પોતાના પ્રશ્નો બાબતે આવતા અરજદારોએ શાખાધ્યક્ષને નહી મળતા કચેરીનાં વર્ગ-1 અને 2 ના અધિકારીને મળવુ તેવુ ફરમાન કરાયેલ છે.કચેરીનો વહીવટને પારદર્શક બનાવવા અને અરજદારોના પ્રશ્નોનો ન્યાયીક ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મનપાએ 55 નડતર રૂપ બોર્ડ-બેનર જપ્ત કર્યા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.11/09/2024 થી 17/09/2024 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ 55 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
Comments
Post a Comment