વેકેશનમાં સિંહદર્શનનો પ્લાન છે? તો ખાસ વાંચજો:ઓનલાઇન બુકિંગમાં ભૂલ ખિસ્સાં ખાલી કરી શકે, ભેજાબાજોએ સરકારની હૂબહૂ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી લોકોને લૂંટ્યા

https://ift.tt/hWHyBRj ઉત્સાહથી પરિવારે સિંહ દર્શનનો પ્લાન કર્યો..ઓનલાઈન વેબસાઇટ પરથી ટિકિટો બૂક કરાવી સાસણ પહોંચ્યાં. રાઇડ પર બેસતાં જ કર્મચારીએ કહ્યું- ભાઈ, તમારું કોઈ બુકિંગ નથી અને આ અમારી વેબસાઇટ નથી કોઈ ડુપ્લીકેટ વેબસાઇટ છે. આ શબ્દો સાંભળી પરિવારના હોંશ ઉડી ગયા.. થોડીવાર પછી ખબર પડી કે તેઓ ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે..આ એક ઘટના નથી છેલ્લા ઘણા સમયથી ભેજાબાજો ગીર સફારીની સરકાર જેવી હૂબહૂ ડુપ્લીકેટ વેબસાઇટ મારફતે પ્રવાસીઓના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. ...તો આવો જાણીએ કે ઓનલાઈન બુકિંગ વખતે શું ધ્યાન રાખવું? સાસણ નામે ચાલતી ડુપ્લીકેટ વેબસાઇટ કઈ કઇ છે? અને તમારે કઈ વેબસાઇટ પરથી બુકિંગ કરાવવું પડશે. એક બે નહીં, છેતરપિંડીના અનેક કિસ્સા જૂનાગઢ નજીક આવેલો ગીર પંથક ડાલા મથ્થા સિંહ અને હરિયાળી માટે જાણીતો પંથક છે. જ્યાં જંગલમાં સિંહ, દીપડા અને હરણ જેવા અનેક પશુ પક્ષીઓ ગીરના કુદરતી સોંદર્યમાં વધારો કરે છે. ત્યારે દર વર્ષે લાખો પ્રવાસી સાસણ ગીર જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક, દેવળીયા જિપ્સી સફારી, આંબરડી સફારી, ગિરનાર નેચર સફારીમાં ફરવા માટે આવે છે. આગામી 15 ઓક્ટોબરે સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓએ ભીડમાં અને લાંબી લાઇનમાં ઉભુ રહેવું ન પડે તે માટે પહેલેથી જ બુકિંગ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અમુક લેભાગુ તત્વો દ્વારા ગીર સફારીમાં ફરવા માટે ખોટી વેબસાઈટ બનાવી લોકોને છેતરતાં હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને લઇ વન વિભાગ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. નેશનલ સફારી પાર્કની અલગ અલગ ખોટી વેબસાઈટો બનાવી પ્રવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા માન્ય વેબસાઈટ https://ift.tt/oz2SaZN જારી કરવામાં આવી છે. ગવર્નમેન્ટની વેબસાઈટને આ રીતે ઓળખો સરકારની વેબસાઈટ પાછળ હંમેશા .gov ડોમેન હોય છે. આ ડોમેન આધારિત જે પણ વેબસાઈટ હશે તે સરકાર માન્ય હશે અને સરકારી હશે. હાલ સિંહ દર્શન માટે ફ્રોડ વેબસાઈટ ચાલી રહી છે તે વેબસાઇટ પાછળ .com રાખવામાં આવે છે અને આ વેબસાઈટ સિંહ દર્શન માટે માન્ય પણ નથી. જેથી લોકોએ ચેતવું જોઈએ. જો આપ સિંહ દર્શન કરવા માટે ઇચ્છુક હોય તો ગીર જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક, દેવળીયા જિપ્સી સફારી, આંબરડી સફારી, ગિરનાર નેચર સફારી માટે ગુજરાત સરકાર તથા વન વિભાગ દ્વારા એક જ માન્ય વેબસાઈટ https://ift.tt/oz2SaZN જારી કરવામાં આવી છે એના પર જઇને જ બુક કરવાનું રહેશે, બાકી આપ પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો. 'સાસણ સફારી પાર્ક પહોંચ્યો ત્યારે ખબર પડી કે...' થોડા મહિના પહેલાં છેતરપિંડીનો ભોગ બનેલા પ્રવાસી નરસિંહ વાઘેલાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાસણ ફરવા જવા માટે મેં અગાઉ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી અને ત્યારબાદ હું પરિવાર સાથે સાસણ સફારી પાર્ક ખાતે પહોંચ્યો હતો, જ્યાં મેં ઓનલાઇન બુક કરાવેલી ટિકિટ બતાવતા હું છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વન વિભાગને આ બાબતે જાણ કરતા તેમણે જણાવ્યું કે મેં જે ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે તે ખોટી વેબસાઈટ પરથી બુક કરાવી છે અને હું છેતરપિંડીનો ભોગ બન્યો છું. વન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વન વિભાગની માન્ય ઓફિશિયલ એક જ વેબસાઈટ છે અને એના પર જઇને જ ટિકિટ બુક કરાવવી જેથી કરી છતરપિંડી ભોગ ના બનવું પડે. 'વન વિભાગની વાત સાંભળી અમને આંચકો લાગ્યો' ગત જૂન મહિનામાં છેતરપિંડીનો ભોગ બનેલા પ્રવાસી બિપિનભાઇ મહેતા જણાવે છે કે, મેં મારા પરિવારના સભ્યો સાથે સાસણ ફરવા જવા માટે ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. બાદમાં વહેલી સવારે અમે સાસણમાં પહોંચ્યા હતા. પરંતુ ફરવા જવા માટે જે બુકિંગ કરાવ્યું હતું તે વન વિભાગને બતાવતા વન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે બુકિંગ કરાવ્યું છે તે ખોટું છે અને અમે છેતરપિંડીનો ભોગ બન્યા છીએ. આ સાંભળતા જ એ સમયે અમને આંચકો લાગ્યો હતો અને ત્યારબાદ અમે અમારી અન્ય વ્યવસ્થા કરી હતી.અમે છેતરપિંડીનો ભોગ બનતા આ બાબતે વન વિભાગમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તે સમયે જે રીતે અમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા તેવા અન્ય લોકો પણ ખોટી વેબસાઈટ પરથી બુકિંગ કરાવ્યાનો જાણવા મળ્યું હતું. ત્યારબાદ વન વિભાગ દ્વારા માન્ય વેબસાઈટ પરથી બુકિંગ કરાવવા માટેનું અમને જણાવવામાં આવ્યું હતું. ત્યારે પ્રવાસીઓએ સરકાર માન્ય વેબસાઈટ પરથી જ બુકિંગ કરાવી અહીં ફરવા આવવું જોઈએ અને પોતે છેતરપિંડીનો ભોગ ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. સરકારી માત્ર એક જ વેબસાઇટ: સીસીએફ આરાધના શાહુ આ અંગે માહિતી આપતાં જૂનાગઢ સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, 15 ઓક્ટોબરથી સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે. જેનું બુકિંગ હાલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સાસણ સફારી પાર્ક ફરવા આવતા પ્રવાસીઓ માટે માત્ર એક જ ઓફિશિયલી https://ift.tt/oz2SaZN નામની વેબસાઈટ શરૂ છે. આ વેબસાઈટ પર પ્રવાસીઓ પોતાની ટિકિટ બુક કરી શકે છે. આ વેબસાઈટ પરથી જ્યારે ટિકિટ બુક કરવામાં આવે છે ત્યારે પ્રવાસીને સફારીમાં લઈ જતા વાહનની માહિતી અને ગાઈડ વિશેની તમામ માહિતી મળી રહે છે. વન વિભાગ પાસે પ્રવાસીઓ સાસણ સફારી પાર્કમાં બુકિંગ કરતા છેતરપિંડીનો ભોગ બન્યાની ઘણી ફરિયાદો સામે આવી છે. પ્રવાસીઓ દ્વારા આ વેબસાઈટમાં બુકિંગ કરાવવામાં આવ્યું છે તે કોઈ ઓફિશિયલ વેબસાઈટ નથી. ભેજાબાજોએ સરકારી વેબસાઇટ જેવી જ વેબસાઇટ બનાવી છે. ત્યારે પ્રવાસીઓએ આવી કોઈ ખોટી વેબસાઈટ પર ન જવું જોઈએ અને વન વિભાગ દ્વારા જે ઓફિશિયલ માન્ય વેબસાઈટ છે તેના પર જ પોતાનું બુકિંગ કરવું જોઈએ.
Comments
Post a Comment