Chotaudepur: ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે. પીપલદી ગામે ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગામના જ બે શખ્સો સામે આ હત્યાનો આરોપ છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ

શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝગડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો. આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઈન્ચાર્જ એસપીએ આપ્યું નિવેદન

છોટા ઉદેપુરમાં બનેવી બીજેપી નેતાની હત્યાને લઈને ઈન્ચાર્જ એસપીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે. પીપલદી ગામની નજીકના એક ગામમાંથી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

શું કહ્યું રામસિંહ રાઠવાએ?

આ હત્યાના બનાવ અંગે રામસિંહ રાઠવાએ એબિપી સાથે વાત કરતા કહ્યું કે, હાલ મને ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર હતો. કુલદીપને કોઈ સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેની મને ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે. શંકર રાઠવાને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી. પોલીસ રાતથી જ તપાસ કરી રહી છે. આખા બનાવ અંગે માહિતી મેળવવી પડશે.

કોંગ્રેસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો

તો બીજી તરફ આ હત્યાની ઘટનાને લઈને કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, આ ઘટના ગંભીર અને ચિંતાનો વિષય છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. છાસવારે આવી ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચો...

Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Comments
Post a Comment