
https://ift.tt/hKBYMTf મોરબી જિલ્લાના છાત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે અને સફળતા પ્રાપ્ત કરે તે માટે જિલ્લા પંચાયત દ્વારા એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય સભામાં ધોરણ 12માં તેજસ્વી છાત્રોને યુપીએસસી પરીક્ષા તરફ પ્રોત્સાહિત કરવા શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જે મુજબ ધોરણ 12 માં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર છાત્ર કોલેજના અને હાલ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં હોય તેવા છાત્રો અભ્યાસની સાથે યુપીએસસીની તૈયારી કરી શકે અને આર્થિક મદદ મળે તે માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી છાત્ર દીઠ એક વર્ષના 15 હજારની ચૂકવણી કરવામાં આવશે. જેના થકી પરીક્ષાની તૈયારી માટે જરૂરી સ્ટડી મટીરિયલ મેળવી શકે તેમજ તૈયારી કરી શકે. જિલ્લા પંચાયત દ્વારા આ માટે ઓન લાઈન અરજી મગાવી છે. આ અરજીના આધારે મેરીટ મુજબ15 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. પ્રથમ વર્ષ માટે 15 હજાર શિષ્યવૃત્તિ પેટે ચૂકવાશે, બાદમાં એક વર્ષ દરમિયાન તેણે કેવી પ્રગતિ કરી છે તેના પરફોર્મન્સ આધારે આગળના વર્ષની શિષ્યવૃતિ યોજના લંબાશે. આ ઉપરાંત છાત્ર માટે જિલ્લા પંચાયત દ્વારા લાયબ્રેરી તૈયાર કરવામાં આવશે જેથી તે વધારાના સમયગાળા દરમિયાન તૈયારી કરી શકે તેવા પ્રયાસ કરશે તેમ જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ ઉપરાંત જે છાત્ર યુપીએસ સી પરીક્ષા માટે ઇચ્છુક હોય તેવા છાત્રોએ આગામી 15 દિવસ દરમિયાન મોરબી શિક્ષણ વિભાગ કચેરી રૂમ નં 146 જિલ્લા પંચાયત સો ઓરડી ખાતે જમાં કરવાના રહેશે. આ ફોર્મનો નમુનો જિલ્લા પંચાયતની વેબ સાઇટ www. morbidp. gujarat. gov.in પર મૂકવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમાં પણ દેશની સૌથી કઠિન પરીક્ષા પૈકીની એક એવી યુપીએસસી પરીક્ષામાં છાત્રોને પ્રોત્સાહિત કરવા માટે શિષ્ય વૃત્તિ યોજના અમલમાં મુકનારા મોરબી જિલ્લા પંચાયત પ્રથમ હોવાનું પણ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું.
Comments
Post a Comment