રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે રોજગારની તક:સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આગામી 18 ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો યોજાશે

https://ift.tt/zopR0Zy પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છું ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા આગામી તારીખ 18/10/2024ને શુક્રવારે સવારે 10 કલાકે ઓડિટોરિયમ હોલ, ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે રોજગાર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઇ.ટી.આઇ, ડિપ્લોમા લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છું ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં નોકરી દાતાઓ શારદા સન્સ, પાટણ, સર્જન ઇન્ડસ્ટ્રીઝ, અઘાર, દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ, એમ.આર.કે.હેલ્થકેર, પાટણ, કુશ સિન્થેટીક પ્રા.લી.ભચાઉ, એયુ સ્મોલ ફાઇનાન્સબેન્ક, પાટણ શિવ શક્તિ એગ્રીટેક અમદાવાદ, ટોપલાઇન સ્વીચગીયર પ્રા.લી. કડી, કેરીયર બ્રિજ સ્કીલ સોલ્યુશન, અમદાવાદ, જિઓફ્રેશ ઓર્ગેનિક, સિધ્ધપુર, અરવીંદ પ્રા.લી કલોલ, કોસમોસ મેનપાવર પ્રા.લી. ગાંધીનગર, જોન્સન કન્ટ્રોલ્સ હિટાચી એર કન્ડીશીંગ પ્રા.લી કડી માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે. આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉમેદવારોને તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ત્રણથી ચાર નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે વેબસાઈટ https://ift.tt/I5HkYOn પર સંપર્ક કરવા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.
Comments
Post a Comment