Skip to main content

Ahmedabad: હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા ચેતીજજો, અમદાવાદ પોલીસ આ એપ્લિકેશનની મદદથી કરશે કાર્યવાહી

Ahmedabad: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યા પણ સામે આવી રહી છે. આ ઉપરાંત વાહનચાલકો દ્વારા મોટી સંખ્યામાં ટ્રાફિકના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. હવે અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કડક કાર્યવાહી  કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને સંયૂક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના સુપરવિઝન હેઠળ ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના સહયોગથી VOC ચલણ એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે, જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરુપ થશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નવી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેનાથી મોબાઈલ દ્વારા ગુના નોંધવા અને ટ્રાફિકના અમલીકરણની ક્ષમતા વધારવા મદદ મળશે.

અમદાવાદમાં ઈ મેમોની શરુઆત

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વધતી જતી ટાફિકની સમસ્યા અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ભંગને રોકવા હાલ
રાજ્યમાં સૌપ્રથમ વખત મુવીંગ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેની શરુઆત પણ કરી દેવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાયલ બેઝ પર PCR વાનમાં ડેશકેમ લગાવવામાં આવ્યા છે. આ ડેશકેમ અંતર્ગત હાઈવે પર તે મૂવ કરતા હોય ત્યારે વીડિયો ઉપરાંત તસવીરો ખેંચી લેશે  અને તે એઆઈ (Artificial Intelligence) ફિલ્ટર સાથે કનેક્ટ હોવાથી તેમાંથી કોઈ ટ્રાફિક વાયોલન્સ હશે તો તે નંબર ટ્રેક કરીને તાત્કાલિક મેમો આપશે.

વધુમાં આ પ્રકારના ડેશકેમ PCR વાન અને ઇન્ટરસેપ્ટર વાનમાં લગાવવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં 60 જેટલા વાહનમાં આ પ્રકારના કેમેરા લગાવવાની યોજના છે. જ્યારે આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પોલીસની કામગીરીમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે માટે પણ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસના જવાનોએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે

તો બીજી તરફ અમદાવાદ પોલીસ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે પોતાના તાબા હેઠળ આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા પરિપત્ર જાહેર કર્યો છે. આ પરીપત્ર અનુસાર દરેક પોલીસ અધિકારી / કર્મચારી યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય પોતાના ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવર જવર કરવા માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે. પોલીસ કમિશનર ઓફીસમાં પણ કર્મચારીઓને હેલ્મેટ વગર પ્રવેશ અપાશે નહીં. અમદાવાદમાં પોલીસ કમિશ્નરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. હાઈકોર્ટની સૂચના બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરએ આ નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં પ્રવેશ માટે પણ હેલ્મેટ ફરજિયાત છે.

આ પણ વાંચો...

Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..