Skip to main content

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી કરાઈ, તબિયત સુધારા પર

અમદાવાદ:  ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની તબિયત બગડી છે.  મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. નાશિક ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને હાર્ટ અટેક આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેમને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. નાસિકની હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા પૂર્વ વિપક્ષ નેતા શ્રી @paresh_dhanani જી ની નાશિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક ખાતે ખસેડાયા.
તબિયત સ્થિર છે.

તાત્કાલિક પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના. pic.twitter.com/l1Drk6OqZs
— Gujarat Congress (@INCGujarat) October 29, 2024

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું છે કે, 'પરેશ ધાનાણીની નાસિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેમની તબિયત સ્થિર છે.'

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. AICC સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.

ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર હતા.  ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે તેમની હાર થઈ હતી.  આ ચૂંટણીમાં પરષોતમ રૂપાલાની જંગી બહુમતીથી જીત થઇ હતી.

કોંગ્રેસ પક્ષની જવાબદારી વહન કરતા શ્રી પરેશ ધાનાણી ની નાગપૂર ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે શ્રીજી હોસ્પિટલ, મુંબઈ નાકા, નાસિક હોસ્પિટલમાં ખસેડાયા.
એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવેલ છે, તબિયત સ્થિર છે.
⁦@paresh_dhanani જી⁩ પુનઃ સ્વસ્થતાની પ્રાર્થના.
⁦#GetWellSoon pic.twitter.com/STfL058PcR
— Jagdish Thakor (@jagdishthakormp) October 29, 2024

ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદિશ ઠાકોરે પણ એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.  તબિયત બગડતાં તાત્કાલિક સારવાર કરાઈ હતી. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે.   તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.

પરેશ ધાનાણી વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણમાં જોડાયા હતા. પ્રથમ ચૂંટણી તેમણે અમરેલીથી લડી હતી.  રાજકોટમાં કોલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા પરેશ ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..