
https://ift.tt/Q05XJLr અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.14 ડિસેમ્બરે જિલ્લાની મુખ્ય ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી@મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તાબાની તમામ તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો)નો પણ સમાવેશ કરાયો છે. જેથી જનતાને મળેલ ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો) આ લોક અદાલતમાં ભરી શકાશે. ઇ-મેમોના દંડની રકમ રોકડમાં ભરવા માટે નેત્રમ શાખા, એ વિંગ, ગ્રાઉન્ડ ફલોર, પોલીસ અધિક્ષકની કચેરી, મોડાસાનો સંપર્ક કરવા માટે અને- ઇ-મેમોના દંડની રકમ ઓનલાઇન નીચે મુજબની લીંકથી ભરી શકાશે. (1) http:// echallanpayment.gujarat.gov.in અને http:/echallan.parivahan.gov.inઇ-ચલણ (ઇ-મેમો) બાબતે વધુ માહિતી માટે ટે.નં.૦૨૭૭૪-૨૫૦૧૧૮ તથા મો.નં. ૬૩૫૯૬૨૮૪૨૮અથવા ઇ-મેઇલ ccc-arv@gujarat.gov.in ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો) ભરી શકાશે
Comments
Post a Comment