રાશનની દુકાન હવે બનશે ન્યુટ્રીશીયન હબ:જીએનએલયુ ખાતે સસ્તા અનાજની દુકાનોને જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાના પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ

https://ift.tt/tPpnBiy ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યયરશીપ, ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન અને ગુજરાત સરકારના અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઉપક્રમે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી ખાતે તમામ સસ્તા અનાજની દુકાનોને (એફ.પી.એસ. કેંદ્રને) જન પોષણ કેંદ્રમાં રૂપાંતરીત કરવાનાં પાયલોટ પ્રોજેક્ટની તાલીમનો પ્રારંભ કરાયો છે. આ તાલીમમાં તમામ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને 14 નવેમ્બર સુધી દરમ્યાન તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. સસ્તા અનાજની દુકાનોના સંચાલકો લાભાર્થીઓના સીધા જ સંપર્કમાં હોવાથી વહીવટી તેમજ વિતરણના પ્રશ્નોનું સરળ નિરાકરણ લાવવા, તેમજ દુકાનદારો તાલીમ અન્વયે સક્ષમ બને તે મહત્વકાંક્ષી હેતુ આ તાલીમનો છે. સાથે સાથે તેમની નાણાકીય સધ્ધરતા વધે તેવો નમ્ર પ્રયાસ છે. વધુમાં ગરીબ અને સામન્ય છેવાડાના માણસોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થપ્રદ રાશન/જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી માનવતાવાદી ઉમદા અને સમાજકલ્યાણલક્ષી પ્રવૃત્તિ વિકાસ પામે અને લોકોમાં પોષણયુક્ત અન્ન વિશે જાગૃતિ ફેલાય તે પણ કાર્યક્રમનો મહત્તમ ઉદ્દેશ્ય છે. ભારતના પ્રધાનમંત્રીના પ્રથમ 100 દિવસનાં શાસનમાં જન પોષણ કેન્દ્રનું લક્ષાંક રાખવામાં આવેલ હતુ, તેને ચરિતાર્થ કરવા હાલ દેશમાં પ્રથમ ચાર રાજ્ય ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ તેલંગાણાની કુલ 60 દુકાનોને જન પોષણ કેંદ્રમાં પરિવર્તિત કરવામાં આવનાર છે.. સરકારના આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરના-14 અને અમદાવાદ જિલ્લાના -16 સાથે કુલ-30 દુકાન સંચાલકો આ પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલ છે. જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તબક્કાવાર આવા જન પોષણ કેંદ્ર શરૂ કરવાનો લક્ષ્યાંક છે.રાશનની દુકાન ફક્ત રાશનની દુકાન ન રહેતાં ન્યુટ્રીશીયન હબ બને તેવો મહ્ત્વકાંક્ષી ઉદ્દેશ્ય છે. જેમાં અનાજ, કઠોળ, ખાધ્યતેલની સાથે ડેરી પ્રોડક્ટસ અને મસાલા પણ સામેલ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ડીપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન, ભારત સરકારના ડાયરેક્ટર સુનિલ સચદેવા , અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગ નિયામક તુષારભાઇ ધોળકીયા , GNLUના રજીસ્ટ્રાર જગદીશચંદ્ર NISBUDના સિનિ. કન્સલ્ટન્ટ ડો. યામીની જયસ્વાલ અને Gujarat Fair Price Shop Association (GFPSA) ના પ્રમુખ પ્રહ્લ્લાદભાઇ મોદીની ગરિમામય ઉપસ્થિતિ રહ્યા હતા.
Comments
Post a Comment