
<p>જિલ્લાના વીરપુર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. કાનજીભાઈ અને અલ્પાબેન વચ્ચે છૂટાછેડા થયા બાદ અલ્પાબેન અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા કાનજીભાઈએ આજે અલ્પાબેનની હત્યા કરી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા.</p> <p>પોરબંદરના માલ ગામમાં જૂની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો થયો હતો, જેમાં 29 વર્ષીય દીપક ઓડેદરાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો ભાઈ ઈજાગ્રસ્ત થયો હતો.</p> <p>ભાવનગર જિલ્લામાં રાણી ગામ પાસે એક 22 વર્ષીય યુવકનો મૃતદેહ તેની બાઈક સાથે મળી આવ્યો હતો. પોલીસના અનુમાન મુજબ કોઈએ યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની શક્યતા છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.</p> <p>દાહોદ જિલ્લામાં જૂના ઝઘડામાં સમાધાન ન કરવાના કારણે સુનિલ બારીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. બાઈક પર જતા સુનિલને રોકીને આરોપીઓએ ઢોર માર </p>
Comments
Post a Comment