
<p>રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે, રાસાયણિક ખાતર ડીએપી અને એનપીકેનો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે.</p> <p>જિલ્લાઓમાં રાસાયણિક ખાતર ડી.એ.પી. અને એન.પી.કે.ની ઉપલબ્ધતા પુરતાં પ્રમાણમાં છે. સહકારી મંડળીઓ અને ગુજકો માસોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહયો છે. આ અંગે કોઈ પ્રશ્ન હોય તો ખેડૂતો ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નંબર પર સંપર્ક કરી શકે છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં ખાતરની કોઈ અછત નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કર્યો છે અને તેને સહકારી મંડળીઓ અને ગુજકોમાસોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને ખાતર મળવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.</p>
Comments
Post a Comment