હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. તાપમાનની દ્રષ્ટીએ પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું એકે દાસે જણાવ્યું છે.આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડક માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં બરોબર ઠંડી ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.

Gujarat Weather Updates | આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?

Comments
Post a Comment