Rajkot News: જો આપ પણ બહાર જમવાના શોખિન હો તો આ સમાચાર આપના માટે છે. મોંઘીદાટ હોટેલમાં હાઇજિન નામે કેટલી બેદકારી રખાઇ છે તેનો નમૂનો રાજકોટની સરોવર પેર્ટિકો હોટેલમાં જોવા મળ્યો હતો. અહીં એક ગ્રાહક સરોવર પેર્ટિકો હોટેલમાં જમવા ગયો હતો જો કે આ દરમિયાન તેમને કડવો અનુભવ થયો. હોટેલની છાશમાં ઇયરો નીકળતાં ગ્રાહકે ફરિયાદ કરી હતી. જો કે હોટેલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારના બદલે ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન કર્યાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને ગ્રાહકે મોબાઇલ કેમેરામાં કેપ્ચર કરી દીધી હતી. આ અંગે જ્યારે ફરિયાદની વાત કરવામાં આવી તો હોટેલના સ્ટાફે ખરાબ વર્તન કર્યાંનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે.તો બીજી તરફ અમદાવાદના એક આઇસ્કિમ પાર્લરમાં પણ આવી જ ઘોર બેદરકારી જોવા મળી. અહીં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ લાઇબ્રેરીમાં માંખી નીકળતાં ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી. જો કે ફરિયાદ કર્યાં બાદ પણ હોટેલના સંચાલકોએ કોઇ જ રિસપોન્સ આપ્યો ન હતો. ક્યારેક ઢોંસામાંથી કીડા નીકળે છે તો ક્યારેક આઇસ્રિમમાંથી માનવદેહના અવશેષો તો ક્યારેક માખી, આ કિસ્સા અવારનાવર બને છે અને ઘટના વીડિયો પણ સામે આવે છે. પરંતુ ખાણી પીણીના માર્કેટમાં હાઇજીનના નામે કોઇ જ નક્કર કામ થતું નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડાં થતાં રહે છે.

આ પણ વાંચો

Vav Voting Day: વાવમાં મતદારોનો ભારે ઉત્સાહ, શરૂઆતી બે કલાકમાં 14 ટકા મતદાન, સ્વરૂપજીએ કર્યો વૉટ

Comments
Post a Comment