31st ડિસેમ્બરને લઇ અમદાવાદ પોલીસનું જાહેરનામું:SG હાઈવે, સિંધુભવન અને સીજી રોડ પર પોલીસનો બંદોબસ્ત, ન્યૂ યર પાર્ટીમાં અશ્લીલતા અને મહિલા સાથે અયોગ્ય વર્તન થયું તો આયોજક જવાબદાર

https://ift.tt/lPUO7Ds વર્ષ 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીને લઇને ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થતી હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતી હોય છે. ન્યૂ યર પાર્ટી દરમિયાન કોઇ અશ્લીલતાનું પ્રદર્શન થાય નહીં તેની કાળજી રાખવી તથા મહિલાઓનો માન મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે. ક્યાંય પણ મહિલાઓને ન છાજે તેવું વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવું જોઇએ નહીં અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. 8 હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તેમજ ન્યૂ યરની ઉજવણીને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ, એસજી હાઈવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે છ વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. શહેરમાં 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઠ હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે. 500થી વધુ બોર્ડી વોર્ન કેમેરા અને 300 બ્રેથ એનેલાઈઝર સાથે 31 ડિસેમ્બરની રાત્રે નાકા-પોઇન્ટ સહિતની જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવશે. કોમી સંવેદનશીલ વિસ્તારમાં અસરકારક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શું છે એક્શન પ્લાન પરફોર્મન્સ લાઇસન્સ મેળવવા માટે ગુજરાત સરકારના www.ifp.gujarat.gov.in પોર્ટલ પર અરજદારો દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અંગેનું ચેક લીસ્ટ. પાર્ટી માટે મનોરંજન લાઇસન્સ મેળવવાની શરતો
Comments
Post a Comment