રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે. ફ્યુઅલ ચાર્જ ઘટતા રાજ્યના નાગરિકોને 1120 કરોડનો ફાયદો થશે. વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો.

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે.

તેમણે કહ્યું હતું કે 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવી છે. માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા,દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે. 12 હજાર ગામમાં દિવસે 8થી 4 વાગ્યા સુધી વીજળી અપાતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉર્જામંત્રીએ કહ્યું હતું કે 11 હજાર 927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામોને જ ખેતી માટે દિવસે વીજળી મળતી નથી.

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ

કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે "eNagar".

શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ "ઇ-નગર" ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે ૦૯ મોડ્યુલ્સ અને ૪૨ જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ, સમય તથા નાણાની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે.

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Comments
Post a Comment