Skip to main content

Gandhinagar: ગુજરાતમાં ‘પ્રૉજેક્ટ સેતુ’એ નવી ઊંચાઈઓ સ્પર્શી, માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રૉજેક્ટ્સની કરાઇ સમીક્ષા, 60 ટકાનું સમાધાન

Gujarat Project Setu: ગુજરાતમાં મુખ્યમંત્રી ડેશબૉર્ડ જે રાજ્યના વિકાસ પ્રૉજેક્ટ્સ અને જાહેર સેવાઓને વાસ્તવિક સમયમાં મૉનિટર કરવા અને તેનું સંચાલન કરવા માટે એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે. તેની સંભવિતતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ પર પ્રગતિ-G પૉર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat)  હેઠળ પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલ લૉન્ચ કર્યું હતું. હવે પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલને એક વર્ષ પૂર્ણ થવાનું છે.

રાજ્ય સરકારના વિભાગો હેઠળ ચાલી રહેલા પ્રૉજેક્ટને સમયસર પૂર્ણ કરવા અને તે પ્રૉજેક્ટ્સના અમલીકરણમાં આવતી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે CM ડેશબૉર્ડના પ્રગતિ-G પૉર્ટલ હેઠળ પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલ શરૂ કરવામાં આવ્યું હતું. આ એક પ્રકારની મુખ્યમંત્રી સ્તરની દેખરેખ સિસ્ટમ છે.

380 મહત્વપૂર્ણ પરિયોજનાઓની કરવામાં આવી ગહન સમીક્ષા
આ અંતર્ગત મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પોતે રાજ્યમાં અનેક પ્રૉજેક્ટનું માઈક્રૉ લેવલ મૉનિટરિંગ કરે છે. પ્રૉજેક્ટના મુદ્દાઓને 10 થી વધુ સીરીઝોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તેના આધારે તેમની વિગતવાર સમીક્ષા કરવામાં આવે છે. ગુજરાત સરકારના પ્રૉજેક્ટ સેતુએ માત્ર એક વર્ષના ટૂંકા કાર્યકાળમાં રૂ. 78,000 કરોડના ખર્ચના 380 મહત્વના પ્રૉજેક્ટની ઊંડાણપૂર્વક સમીક્ષા કરીને નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

આ પ્રક્રિયા દરમિયાન સામે આવેલા 327 મુદ્દાઓમાંથી 193 સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા હતા, જે લગભગ 60 ટકાના પ્રભાવશાળી સફળતા દરનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ મેળવવાથી, આ પ્રૉજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. એટલું જ નહીં, પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલ હેઠળ વિવિધ વિભાગોના નાના-મોટા પ્રૉજેક્ટની સમીક્ષા બેઠકોની સુવિધાએ રાજ્ય સરકારની સમીક્ષા પ્રક્રિયાને પણ સંપૂર્ણપણે પેપરલેસ બનાવી દીધી છે.

આ વિભાગોમાં કરવામાં આવી સમીક્ષા
આનાથી માત્ર પારદર્શિતા વધી નથી, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયા પણ ઝડપી બની છે. સમીક્ષા કરાયેલા મુખ્ય વિભાગોમાં શહેરી વિકાસ (રૂ. 22,653 કરોડ, 76 પ્રૉજેક્ટ), માર્ગ અને મકાન (રૂ. 6,755 કરોડ, 73 પ્રૉજેક્ટ), પાણી પુરવઠો (રૂ. 17,756 કરોડ, 78 પ્રૉજેક્ટ), ઉર્જા અને પેટ્રૉકેમિકલ્સ (રૂ. 2,777 કરોડ, 21 પ્રૉજેક્ટ)નો સમાવેશ થાય છે. આ એક ઉદાહરણ છે.

આ ઉપરાંત, ઉદ્યોગો અને ખનીજ (રૂ. 6,579 કરોડ, 11 પ્રૉજેક્ટ) અને આદિજાતિ વિકાસ (રૂ. 318 કરોડ, 12 પ્રૉજેક્ટ)નો સમાવેશ થાય છે. પ્રગતિ-G પૉર્ટલ અને પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલના અસરકારક ઉપયોગ સાથે ગુજરાત સરકાર સમયસર અમલીકરણ, પારદર્શિતા અને દેખરેખમાં એક આદર્શ ડિજિટલ ગવર્નન્સ મૉડલ રજૂ કરી રહી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત ઉદાહરણ છે.

શું છે સીએમ ડેશબૉર્ડનું પ્રગતિ-G પૉર્ટલ
પ્રગતિ-G પૉર્ટલ હેઠળ રૂ. 5 કરોડથી વધુના ખર્ચના પ્રૉજેક્ટનું મૉનિટરિંગ કરવામાં આવે છે. આ પૉર્ટલ હેઠળ અત્યાર સુધીમાં 7,812 થી વધુ પ્રૉજેક્ટ્સ નોંધાયા છે. એટલું જ નહીં, આમાંથી 3,753 પ્રૉજેક્ટ એટલે કે 48 ટકા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય પ્રૉજેક્ટ્સ પર કામ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે.

પ્રૉજેક્ટ સેતુ દ્વારા ગુજરાત સરકારે સમસ્યાઓનું ઝડપી નિરાકરણ, આંતર-વિભાગીય સંકલન અને વિકાસ કાર્યોને વેગ આપ્યો છે. પ્રૉજેક્ટ સેતુની આ સફળતા માત્ર પ્રૉજેક્ટ્સને વેગ આપી રહી નથી, પરંતુ ગુજરાતના વિકાસ મોડલને વધુ સુશાસન-લક્ષી બનાવી રહી છે.

આ પણ વાંચો

Cold Wave: આવતીકાલથી આ 10 જિલ્લામાં માવઠું થશે, સળંગ 3 દિવસ સુધી છે વરસાદની આગાહી

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..