ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત બદલી કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે કરવામાં આવી છે. એમએલ નિનામા જેઓ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ અને ટ્રાફિક વડોદરા હતા તેમને ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર મુકાયા છે.

વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે મૂકાયા છે. તેઓ રાજકોટ ફરજ બજાવતા હતા. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ જોઈન્ટ જેસીપી સેક્ટર-2 અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી છે.

શમશેર સિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અજય કુમાર ચૌધરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મહિલા સેલ ગાંધીનગર ખાતે મુકાયા છે.

લીના પાટીલ એડિશનલ કમિશનર વડોદરા બનાવાયા છે. સુધીર ચૌધરી આઈબીના નવા એસપી બનાવવામાં આવ્યા છે. હિમકરસિંહને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા બનાવાયા છે. તેઓ અમરેલી જિલ્લા પોલીસવડા હતા. બલરામ મીણા જેઓ વેસ્ટર્ન રેલવેમાં હતા તેમને DCP ઝોન-1 અમદાવાદ બનાવાયા છે

આલોક કુમારને સુરત ઝોન 1 ડિસીપી બનાવાયા છે. અભિષેક ગુપ્તાને વડોદરા ઝોન 3 DCP તરીકે મૂકાય છે. મેઘા તેવારને અમદાવાદ ગ્રામ્યમાંથી બદલી તેમને સાબરકાંઠા બદલી કરવામાં આવી છે. મેઘા તેવાર સાબરકાંઠા SRPF ગ્રુપ 6નાં કમાન્ડટ બન્યાં છે. રવિંદ્ર પટેલને પાટણથી ગાંધીનગર પોલીસ હાઉસિંગમાં બદલી કરવામાં આવી છે. IPS કોમલ વ્યાસ જામનગર SRPFનાં કમાન્ડટ બન્યાં છે.

ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2 ડિસીપી તરીકે મુકવામાં આવ્યા છે. ભક્તી ડાભીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેડ ક્વાર્ટર સુરત મુકાયા છે. લીના પાટીલને જેસીપી ક્રાઈમ એન્ડ લૉ ઓર્ડરમાં મૂકાયાં છે. ઉષા રાડાને સાબરકાંઠાથી બદલી કરીને વડોદરા મૂકવામાં આવ્યા છે. IPS સુધીર દેસાઈને ગાંધીનગર ઈન્ટેલિજન્સમાં મૂકાયા છે.

અજય ચૌધરીને ADGP મહિલા સેલમાં મુકાયા છે, આ સાથે વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશ્યિલ કમિશનર તરીકે નિમાયા છે. આ મોટાપાટે બદલીના આદેશ ગૃહ વિભાગમાંથી આપવામાં આવ્યાં છે.

અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે સંજય ખરાતને મુકાયા છે. તેઓ CID ક્રાઈમ ગાંધીનગરમાં હતા.

Comments
Post a Comment