
<p>Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી</p> <p>ડિસેમ્બર માસ આવતાની સાથે ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્ય હવામાન વિભાગની આગાહીને આધારે ઠંડીની શરૂઆત થઈ છે. વહેલી સવારે ઠંડીનું તાપમાન ગગળીને 17 ડીગ્રી ઉપર પહોંચ્યું હતું. વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુઠવાય હતા. તો કેટલાક લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા મોનિંગ વોકની શરૂઆત કરી હતી. </p> <div class="text-center pb-2"> <div id="gstvin_inarticle1" data-google-query-id="COjgprLqsIoDFW0GgwMd4nsSOw">રાજ્ય હવામાન વિભાગની આગાહી આનુસર વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વલસાડ શહેરનું તાપમાન ગગડીને 17 ડીગ્રી નોંધાયું હતું. વલસાડ શહેરમાં ઠંડી વધતાની સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં રક્ષણ મેળવવા સ્વેટર પહેરી સાયકલિંગ કરતા જોવા મળ્યા હતા. યુવાનો મહિલાઓ અને યુવતીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. </div> </div>
Comments
Post a Comment