Skip to main content

Unjha APMC Result: દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત, 140 વૉટ સાથે મેળવી ભવ્ય જીત, ભાજપ MLA કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ

Unjha APMC Election: ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ફરી એકવાર દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિભાગમાં નોંધાયેલા 261માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં કુલ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા હતા. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું.

આજે મતગણતરી બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મતદાન અને મતગણતરી બાદ ઊંઝા એપીએમસીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વૉટ મેળવી સમગ્ર પેનલ વિજયી બની છે. ઊંઝા એમપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે. દિનેશ પટેલ જૂના વિજયની સાથે સાથે ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ થઇ ગયા હતા.

ઊંઝા એપીએમસી સંકૂલમાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્ર ઉપર સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ સવારે મતદાન શરૂ થતાં ખેડૂત વિભાગના 1 અને અને વેપારી વિભાગમાં બનાવાયેલા 2 મતદાન બૂથો ઉપર મતદાન કરવા લાંબી લાઈનો લાગી હતી. જેમાં ખેડૂત વિભાગમા કુલ મતદાન 261 પૈકી 258 અને વેપારી વિભાગમાં 805 મતદાન પૈકી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન પ્રક્રિયા શાતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બન્ને વિભાગના 36 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રણ બૂથમાં 15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓએ ફરજ બજાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 પીઆઈ સહિત 7 પીએસઆઇ અને 71 પોલીસકર્મીઓ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રેઝરી ઓફીસ ખાતે લઈ જવામાં આવી હતી.

ઉઝા એપીએમસીની ચુટણીમાં પુરુષ મતદારો સાથે સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમાં ખેડૂત વિભાગમાં 32 મહિલા મતદારો અને વેપારી વિભાગમાં 29 મળી કુલ 61 જેટલા મહિલા મતદારોએ મતદાન કરીને પોતાની પસંદગીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાની મ્હોર મારી હતી.

આ પણ વાંચો

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..