Winter Alert News: ગુજરાતમાં હવે ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે, શિયાળો બરાબર જામ્યો છે. હાલમાં દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ ઠંડી વધશે અને ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.

આ ઉપરાંત રાજ્યમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ડિસેમ્બર મહિનામાં બીજીવાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લૉ પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉલ્ડવેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.

આ પણ વાંચો

ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

Comments
Post a Comment