Gujarat Weather: ઉત્તરાયણનો પર્વ પુરો થઇ ગયો છે, અને હવે જાન્યુઆરીમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ઠંડીને લઇને મોટુ અપડેટ આપ્યુ છે. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.

આ પણ વાંચો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Comments
Post a Comment