
https://ift.tt/uaMWnBv ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સબ ઓડિટર, પેટા તિજોરી સહિતની 266 જગ્યા માટેની તારીખ 18 અને 19 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા યોજાનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)-અધિક્ષકની 266 પોસ્ટની લેખિત પરીક્ષા 18-19 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણાં વિભાગ નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર, હિસાબનીશની 266 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રીલિમ એક્ઝામ લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં પોલીસ ભરતી અંતર્ગત શારીરિક ભરતી કસોટી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ પોસ્ટની ભરતીની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આગામી સમયમાં વેબસાઇટ પર જાહેર કરાશે. ઉમેદવારોને સમયાંતરે https;/gssb.gujarat. gov.in વેબસાઈટ પર ચકાસણી કરતાં રહેવાનું જણાવ્યું છે. બીજી તરફ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ના અધ્યક્ષ ડો. હસમુખ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, આયોગ બુધવારે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવનાર છે.
Comments
Post a Comment