GST News: ભારે કરી! સુથારીકામ મહિને 15 હજાર કમાતા યુવકને GST વિભાગે ફટકારી 1.96 કરોડની નોટિસ! મચ્યો હંગામો

GST News Update:  અત્યાર સુધી, આધારનો દુરુપયોગ કરીને સાયબર છેતરપિંડી દ્વારા બેંક ખાતા ખોલવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. પરંતુ પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં મિસ્ત્રી તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવાનને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ એક યુવાન માટે મોટો ફટકો છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મહિને માત્ર ૧૬-૧૭ હજાર રૂપિયા કમાય છે.

સુનીલ સથવારા મિસ્ત્રી છે જે નાના-મોટા કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બેંગલુરુથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી તેમને 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી ત્યારે તેઓ ચોંકી ગયા.

Gujarat: Sunil Sathwara, a mechanic from Patan received a shock when he was served a Rs 1.96 crore GST notice for 11 fraudulent companies operating under his name across several Indian states. The scam involved fake Aadhaar and PAN cards, leading to an investigation by the Home… pic.twitter.com/1rew37xTzh
— IANS (@ians_india) January 23, 2025

જ્યારે તેમણે આ નોટિસ અંગે વકીલનો સંપર્ક કર્યો અને વકીલે GST નંબર ઓનલાઈન ચેક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે સુનીલ સથવારાના નામે 11 કંપનીઓ કાર્યરત છે, જે દેશના વિવિધ રાજ્યોમાં છે. આ કંપનીઓ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, અલીગઢ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, મહારાષ્ટ્રમાં નાગપુર, કર્ણાટક, તમિલનાડુ અને આંદામાન નિકોબાર જેવા રાજ્યોમાં કાર્યરત છે.

તપાસ દરમિયાન, સુનીલના નામે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું. સુનિલના નામે આટલી બધી કંપનીઓ કેવી રીતે અને કોણે બનાવી, શું આ કંપનીઓ ખરેખર ચાલી રહી છે કે ફક્ત નામ પૂરતી જ અસ્તિત્વ ધરાવે છે તે તપાસનો વિષય છે. સુનીલ અને તેના પરિવારે આ સમગ્ર મામલે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે તેમના દસ્તાવેજોનો છેતરપિંડીથી ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કેસની તપાસ હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે 11 કંપનીઓ બનાવનાર વાસ્તવિક વ્યક્તિનું નામ શું છે, તે ક્યાંનો છે અને આ સમગ્ર રેકેટ પાછળનો વાસ્તવિક હેતુ શું હતો.

આ પણ વાંચો....

Farooq Abdullah: માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં લીન થયા ફારુક અબ્દુલ્લા, 'તુને મુઝે બુલાયા શેરાવાલીયે' ગાઈને બધાને ચોંકાવ્યા,જુઓ વીડિયો

Comments
Post a Comment