Gujarat: ગુજરાતના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને થઇ 5 વર્ષની જેલની સજા, કચ્છ જમીન કૌભાંડમાં થયા હતા સસ્પેન્ડ

Gujarat Crime News: ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ IAS પ્રદીપ શર્માને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. ગુજરાતના સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા કેસ મામલે ચાલી રહેલા ભ્રષ્ટાચાર કેસમાં વિશેષ અદાલતે આજે મહત્વનો ચૂકાદો આપ્યો હતો, જમીન સંબંધિત કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. હવે જેલની સજા થઇ છે. પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.

પ્રદીપ શર્મા સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા છે પરંતુ અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ ચાલી રહ્યા હતા. જેમાં બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એક કેસમાં આજે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોમાં નોંધાયેલા કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે આ મામલામાં અધિકારીને 5 વર્ષની સજા ફટકારી છે. સાથે જ કુલ રૂપિયા 75 હજારનો દંડ કર્યો છે. જેમાં ACB ની કલમ 13 (2) મુજબ 5 સજા અને રૂ. 50 હાજરનો દંડ ઉપરાંત, ACB ની કલમ 11 હેઠળ 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે, જો આરોપી દંડ નહીં ભરે તો અનુક્રમે વધુ ત્રણ અને એક મહિનાની સજા થશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના પૂર્વ કલેકટર અને સસ્પેન્ડેડ આઈએએસ પ્રદીપ શર્મા સામે ભુજ સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભુજ શહેરના મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ પૂર્વ કલેકટર તાત્કાલિક નિવાસી નાયબ કલેકટર અને ભુજ સંજય છોટાલાલ શાહ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજરોજ જમીન કૌભાંડમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. આ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમના વકીલે કોર્ટમાં સજા ઓછી કરવાની રજૂઆત કરી હતી. તો બીજી તરફ સરકારી વકીલે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે સરકારી વકીલે કહ્યું હતું કે, આઈએએસ અધિકારી તરીકે ગુનો કર્યો છે. તે કોર્ટે માન્યો છે. તેમણે કહ્યું કે, આવા અધિકારીને ઓછી સજા થશે તો સમાજમાં ખોટા મેસેજ જશે. ત્યાર પછી સરકારી વકીલે કોર્ટમાં વધુ સજાની માંગ કરી હતી. સરકારી વકીલે વધુ કહ્યું હતું કે, કલેક્ટરની પોસ્ટ ધરાવતા અધિકારીને કડક સજા થવી જોઈએ અને ઉંમરના આધારે સજા ઓછી થાય તે માગ યોગ્ય નથી. તેમણે વધુ કહ્યું હતું કે, અપરાધીને સજા સાથે લેવા દેવા હોય છે, ઉંમર સાથે નહીં, આ મામલો કોઈ વ્યક્તિગત નથી પરંતુ દેશ વિરુદ્ધનું કૃત્ય છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003 થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદેસર રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ બંને કેસમાં CID ક્રાઇમે પ્રદીપ શર્માની ધરપકડ કરી અને તેમને પાલારા જેલમાં મોકલ્યા હતા.

આ પણ વાંચો

Gujarat Weather: જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં અહીં માવઠાની શક્યતા, ઠંડીને લઇને પણ થઇ મોટી આગાહી

Comments
Post a Comment