
<p>વડોદરામાં મારામારીની સાથે નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બની.. નવસારીમાં દંપતિ પર હુમલાનો પાડોશી પર આરોપ.. જલાલપોરની અવધ કિંબર્લીમાં જીગર પટેલ નામના વ્યક્તિ પર પાડોશી દંપતિ ભાવિન દેસાઈ અને તેની પત્નીને લાકડીથી માર મારવાનો આરોપ છે. જીગર પટેલનો આરોપ છે કે તેની પત્નીને જોઈને ભાવિન દેસાઈએ હોર્ન વગાડ્યુ. બસ એ જ વાતથી ગુસ્સે ભરાઈને જીગર પટેલે લાકડીથી ભાવિન દેસાઈ અને તેની પત્ની પર લાકડીથી હુમલો કર્યો. હુમલાના આ દ્રશ્યો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. તો ભાવિન દેસાઈની ફરિયાદને આધારે જલાલપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં બની મારામારીની બે ઘટના. એક ઘટના બની સુરતના ડિંડોલી વિસ્તારમાં. અંબિકા ટાઉનશિપમાં થઈ જોરદાર મારામારી. બેથી ત્રણ વ્યક્તિ પર આશરે 10 જેટલા તોફાની તત્વોએ હુમલો કર્યો. લાકડી, પાઈપ, ધોકા જેવા બોથડ પદાર્થથી દસ શખ્સોએ ભેગા મળીને હુમલો કર્યો. મારામારીની આ ઘટનાથી ટાઉનશીપના અન્ય રહેવાસીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જ્યારે ડિંડોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે..હવે મારામારીના આ દ્રશ્યો જુઓ. સામાન્ય થુંકવા જેવી બાબતે ઓલપાડના માસમા ગામમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ. સિલ્વર પાર્ક સોસાયટીમાં ઘર બહાર પાન-મસાલા ખાઈને થુંકવાની ના પાડતા બે પરિવાર સામસામે આવ્યા. એક તરફ મહિલાઓ વચ્ચે મારામારી થઈ રહી છે.. બીજી તરફ બંન્ને પરિવારના પુરૂષો પણ કરી રહ્યા છે છુટ્ટાહાથની મારામારી.. સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં મારામારીના આ દ્રશ્યો કેદ થયા.. મારામારી બાદ બંન્ને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.. </p>
Comments
Post a Comment