Gujarat Rain Forecast: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, 2 અને 3 ફેબ્રુઆરી ગુજરાત માટે ભારે

ગુજરાતમાં લગ્નની સિઝન પૂરબહારમાં છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરતા ગુજરાતી પરિવારોમાં ચિંતા છવાઈ છે. તો બીજી બાજુ માવઠાની આગાહીને કારણે ગુજરાતના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે.

Comments
Post a Comment