
<p>Gujarat School Exam 2025 : આજથી ગુજરાતમાં ધો-9થી 12ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ</p> <p>આજથી ગુજરાતમાં ધો.9 થી 12ના 30 લાખ વિદ્યાર્થીઓની આજથી દ્રિતીય-પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે. સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી મળી 12 હજાર સ્કૂલોમાં 28મી સુધી પરીક્ષા યોજાવાની છે. ધો.10-12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે 28મી પછી 30 દિવસનો સમય મળશે. ગુજરાતમાં ઉત્તરાયણની રજાઓ પૂર્ણ થતાં જ પ્રિલિમ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેને કારણે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ પરીક્ષા પૂર્ણ થતાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જેના પછી બોર્ડની પરીક્ષા પણ યોજાવાની છે. અત્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષામાં 30 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે. વીડિયોમાં જુઓ પરીક્ષાની સંપૂર્ણ વિગત.</p>
Comments
Post a Comment