Gujarat Crime News: લંપટ આસારામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, આસારામે જેલની બહાર આવતા જ નખરાં ચાલુ કરી દીધા છે. જામીનની શરતોનો ભંગ કરીને પાલનપુરમાં મેળાવડો યોજતા ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ આસારામને 2013ના એક દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. જેમાં કેટલીક કોર્ટની શરતો હતી જેનો બનાસકાંઠાના પાલનપુરમાં ભંગ થયો છે.

આસારામને સુપ્રીમ કોર્ટે વર્ષ 2013ના એક દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપ્યા છે, અને હાલમાં જેલની બહાર છે. માહિતી પ્રમાણે, તાજેતરમાં જ લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા મહેશ્વરી હૉલમાં મેળાવડો યોજ્યો હતો, જેમા મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા, અનુયાયીઓને મળ્યા બાદ રવાના થયા હતા. મહત્વનું છે કે, સભા, સરઘસ કે મેળાવડા ના યોજવાની શરતે આસારામને જામીન મળ્યા છે. ખાસ વાત છે કે, પાલનપુરમાં આસારામના મેળાવડા અંગે પોલીસ પણ અજાણ જોવા મળી હતી.

ગઇ 7મી જાન્યુઆરી 2025એ, સુપ્રીમ કોર્ટે એક દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. 2013ના દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. જેમાં આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા. જ્યારે જામીન પર છૂટ્યાંના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમે જવા રવાના થશે. આ દરમિયાન આસારામ સુમેરપુર થઈને રોડ મારફતે અમદાવાદ જવા નીકળ્યા હતા. અમદાવાદ આવીને આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે, જ્યાં સારવાર માટે નિષ્ણાત તબીબોની સલાહ લેશે.

આ દરમિયાન આસારામને કોઈપણ આશ્રમમાં રહેવાની છૂટ આપવાની સાથે આસારામ હોસ્પિટલ ઉપરાંત આશ્રમમાં પણ સારવાર લઈ શકશે. જેમાં આસારામ જોધપુરના ભગત કી કોઠી સ્થિત આરોગ્યમ્ હોસ્પિટલથી 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે નીકળીને પાલ ગામ પહોંચ્યા હતા. જ્યાં આસારામ તેમના આશ્રમ લટાર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આસારામને ત્રણ પોલીસકર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે, તે પુરાવા સાથે ચેડાં નહીં કરે. ઉપરાંત, તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે.' નોંધનીય છે કે, આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે.

આ પણ વાંચો

મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર

Comments
Post a Comment