Kutch News: કચ્છમાં એક ઘટનાને લઇને બધા સ્તબ્ધ થઇ ગયા છે. ખરેખરમાં, કચ્છમાં રસ્તાં પર કૂતરાનું મોત થતાં પોલીસે બે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે, હાલમાં પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરીને કાર્યવાહી આગળ વધારી છે. આ ઘટનામાં વિસ્ફોટક ભરેલો કચરો કૂતરાએ મોંમાં નાંખતા બ્લાસ્ટ થયો હતો, જેને લઇને પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

કચ્છમાંથી એક પશુ સાથે ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. કચ્છમાં પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર, કચ્છના ભૂજમાં એક્ટિવા પર સવાર બે શખ્સો જોવા મળ્યા હતા, જેમને પોતાના જેકેટમાંથી વિસ્ફોટક ભરેલો પદાર્થ કચરામાં નાંખ્યો હતો, જેને કૂતરાએ મોંઢામાં લેતા જ વિસ્ફોટ થયા અને કૂતરાનું મોત થયુ હતુ. આ સમગ્ર ઘટના અંગે પોલીસે એક્ટિવા સવાર બે શખ્સો વિરૂદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અન્ય ત્રણ શખ્સનો પોલીસ શોધખોળ શરૂ કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ તપાસ કરતાં પોલ ખુલી

માહિતી પ્રમાણે, રાજ્યમાં વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે કામગીરી ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ ચોરીના કેસો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક મહિનામાં 28.97 કરોડથી વધુની વીજ ચોરી પકડાઇ છે. ગત ડિસેમ્બર મહિનામાં 55041 સ્થળે વીજ ચેકિંગ હાથ ધરાયુ છે. 7668 વીજ જોડાણોમાં આ તમામ પ્રકારની ગેરરીતિ સામે આવી છે. ખાસ વાત છે કે, આમાં સૌથી વધુ 4.80 કરોડની વીજ ચોરી એકલા ભાવનગરમાંથી પકડાઇ છે. અહીં વધુ પ્રમાણમાં વીજચોરી ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ અને લૉડ વધારામાં જોવા મળી હતી. કચ્છના અંજારમાં મીઠા કારખાનામાં સૌથી વધુ 96 લાખની વીજચોરી પકડાઇ છે. જુદા જુદા જિલ્લામાં 5 એવા ઔધોગિક યૂનિટ હતા જ્યાં 20 લાખથી વધુની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થઇ રહી છે.

આ પણ વાંચો

Gandhinagar: રાજ્યમાં અદ્યતન ટેકનોલોજી હેઠન બનશે 607 આંગણવાડી કેન્દ્ર,આ મટિરિયલ્સનો થશે ઉપયોગ

Comments
Post a Comment