Kutch: કચ્છમાં એસીનું કમ્પ્રેસર ફાટતા પિતા-પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઘાયલ, FSLની ટીમ તપાસમાં લાગી

Kutch: કચ્છમાં એક દર્દનાક ઘટનાથી બધા ચોંકી ઉઠ્યા છે. કચ્છમાં ઘરમાં લગાવેલા એક એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થયુ હતુ, જેમાં પિતા-પુત્રીનું મોત થયુ હતુ અને માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, હાલમાં આ સમગ્ર ઘટના મામલે FSLની ટીમ તપાસ કરી રહી છે.

કચ્છમાં એસીનું કમ્પ્રેસર ફટવાની ઘટનાને લઇને ચકચાર મચી ગઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, કચ્છ જિલ્લાના મુદ્રામાં એક ઘરમાં એસીનું કમ્પ્રેસર ફાટ્યુ હતુ, મુદ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આંધ્રપ્રદેશનો પરિવાર રહેતો હતો, જેના ઘરમાં અચાનાક કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં પિતા-પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને હૉસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોત અને સમગ્ર ઘટના અંગે FSLની ટીમે તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ તપાસ કરતાં પોલ ખુલી

રાજ્યમાં વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે કામગીરી ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ ચોરીના કેસો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક મહિનામાં 28.97 કરોડથી વધુની વીજ ચોરી પકડાઇ છે. ગત ડિસેમ્બર મહિનામાં 55041 સ્થળે વીજ ચેકિંગ હાથ ધરાયુ છે. 7668 વીજ જોડાણોમાં આ તમામ પ્રકારની ગેરરીતિ સામે આવી છે. ખાસ વાત છે કે, આમાં સૌથી વધુ 4.80 કરોડની વીજ ચોરી એકલા ભાવનગરમાંથી પકડાઇ છે. અહીં વધુ પ્રમાણમાં વીજચોરી ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ અને લૉડ વધારામાં જોવા મળી હતી. કચ્છના અંજારમાં મીઠા કારખાનામાં સૌથી વધુ 96 લાખની વીજચોરી પકડાઇ છે. જુદા જુદા જિલ્લામાં 5 એવા ઔધોગિક યૂનિટ હતા જ્યાં 20 લાખથી વધુની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થઇ રહી છે.

આ પણ વાચો

Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ

Comments
Post a Comment