Skip to main content

Republic Day 2025: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇડરમાં કર્યુ ધ્વજવંદન, સાબરકાંઠાના ઇડરમાં યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

Republic Day 2025: આજે દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આજે સાબરકાંઠામાં શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠાના ઇડરની આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સવારે 9:00 કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ, આ જિલ્લા કક્ષાની ઉજવણી હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી પડ્યા હતા. 76મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર રતન કવર ગઢવી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી.

આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સાબરકાંઠા જિલ્લામાં ધ્વજવંદન કર્યુ હતુ. શંકર ચૌધરીના હસ્તે સાબરકાંઠાના ઈડર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠાની જિલ્લા કક્ષાની 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઇડર ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજમાં કરવામાં આવી હતી, આ પ્રસંગે દબદબાભેર તૈયારીઓ કરવામાં આવી હતી, 76માં પ્રજાસત્તાક દિવસે પોતાના સંબોધનમાં બોલતા જણાવ્યું કે, આજે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગાંધી અને સરદારના સ્વપ્ન સાકાર ત્યારે ગૌરવ થાય છે. શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાય ત્યારે પણ ગૌરવ અનુભવાય છે. શંકર ચૌધરીએ વધુમાં કહ્યું કે, આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું મહત્વનું યોગદાન રહેલું છે, ઈડરનો ઈતિહાસ વૈભવશાળી રહ્યો છે.

તિરંગાને સલામી આપવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા સાબરકાંઠા એસપી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર સહિત કર્મચારીઓ અધિકારીઓ શિક્ષક ગણ સહિત હાજર રહ્યાં હતા.

ખાસ વાત છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

Republic Day 2025: ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, સંબોધનમાં કહી આ મોટી વાતો...

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..