પાલનપુરમાં ACBનો સપાટો, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ACBએ સપાટો બોલાવી દિધો છે. બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ એસીબીના સકંજામાં આવ્યા છે. એસીબીએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા લાંચ માંગી હતી.

એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.

નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.

સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જિલ્લા સેવા સદન-૨, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી અને નાયબ કલેક્ટર, વર્ગ-૧, અંકીતાબેન બાબુલાલ ઓઝા રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

Dial 1064
— ACB Gujarat (@ACBGujarat) February 25, 2025

ગુનાની વિગતો

ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.૧,૫૦,૦૦૦/- લેખે બે મકાનના રૂ.૩,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમિયાન આરોપી નંબર-૧ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી તે નાણાં આરોપી નં.૨ નાઓને તેમના ચેમ્બરમાં આપી, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરી પકડાય ગયેલ છે.

આરોપીઓ

નં.૧ ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક), નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-૨, પાલનપુર, બનાસકાંઠા

નં-૨. અંકીતાબેન બાબુલાલ ઓઝા, ઉ.વ.૩૬, નાયબ કલેક્ટર, વર્ગ-૧, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-૨, પાલનપુર, બનાસકાંઠા.

લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં આજે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. હાલ તો એસીબી દ્વારા બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Post a Comment