Skip to main content

શહેરી ગુજરાત ચમકશે! વિકાસ માટે સરકારે ખોલી તિજોરી, એક જ દિવસમાં ₹૫૩૭ કરોડના જનસુખાકારી કામો મંજૂર

Gujarat government funding: રાજ્યના નગરો અને મહાનગરોમાં નાગરિકોના જીવનધોરણને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. શહેરી જનસુખાકારીના વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ૫૩૭.૨૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ નાણાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની પારદર્શી અને ઝડપી નિર્ણય પ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂર કરાયેલા આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આંતર માળખાકીય સુવિધાઓ, માર્ગ મરામત, પાણી પુરવઠા પાઇપલાઇન, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને શહેરી બસ પરિવહન યોજના જેવા મહત્વપૂર્ણ કામો માટે કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી શહેરીજનોના જીવનમાં નોંધપાત્ર સુધારો થશે અને શહેરોની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.

આ નાણાં ફાળવણીમાં મુખ્ય શહેરો અને નગરપાલિકાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:

અમદાવાદ મહાનગરપાલિકા: અમદાવાદ શહેરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ નવી ૨૬૭ ઇલેક્ટ્રિક બસ અને ૭ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવા માટે રૂ. ૫૮.૪૭ કરોડનું અનુદાન મળશે. આ ઉપરાંત, અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જનસુખાકારીના કામો માટે કુલ રૂ. ૩૦૯.૭૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં, ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના ૧૦ કામો માટે રૂ. ૩.૯૮ કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠો, રોડ અને સ્ટ્રીટ લાઈટના આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રૂ. ૩૫ કરોડ મળશે. રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ-જેતપુર માર્ગને ફોર લેનથી સિક્સ લેનમાં રૂપાંતરિત કરવાની કામગીરી માટે પાણી પુરવઠા પાઇપલાઇન ખસેડવાના કામો માટે રૂ. ૨૧૨.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

પોરબંદર મહાનગરપાલિકા: નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને શહેરને સુંદર બનાવવા અને સફાઈ કામગીરી સુધારવા માટે રૂ. ૧૩.૩૫ કરોડ અને વહીવટી ક્ષમતા વધારવાના કામો માટે રૂ. ૧૧.૬૯ કરોડ, એમ કુલ મળીને ૨૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

દ્વારકા નગરપાલિકા: દ્વારકા નગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂ. ૧૩૧.૭૬ કરોડ ફાળવવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ દ્વારકા શહેરથી નેશનલ હાઈવે સુધી નવો ફોર લેન રોડ બનાવવા માટે થશે, જેમાં વરસાદી પાણીના નિકાલ, ફૂટપાથ અને સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ પણ હશે. વધુમાં, દ્વારકામાં રુક્ષ્મણી માતા મંદિર પાસેથી બાયપાસ રિંગરોડ પણ બનાવવામાં આવશે. આ વિકાસકાર્યોથી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો, બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.

અન્ય નગરપાલિકાઓ: વિસનગર, પાલનપુર, ટંકારા, કેશોદ, સિદ્ધપુર અને માંડવી નગરપાલિકાઓને પણ વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૭૦.૪૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વિસનગરને સી.સી. રોડ અને પેવર બ્લોક માટે રૂ. ૧.૫૨ કરોડ, પાલનપુરને ગટર લાઈનના કામો અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે રૂ. ૫૫.૮૬ કરોડ, સિદ્ધપુરને વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે પમ્પિંગ મશીનરી માટે રૂ. ૩.૫૬ કરોડ, ટંકારાને સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧.૯૧ કરોડ અને કેશોદને રૂ. ૫.૯૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. માંડવી નગરપાલિકાને ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસરફેસિંગ માટે રૂ. ૧.૭૦ કરોડની વધારાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

આ પણ વાંચો....

<a href="https://ift.tt/b39fSO5 નું રાજ ખતમ થતાં જ એલજી એક્શનમાં, યમુના સફાઈ અભિયાન શરૂ, 3 વર્ષમાં નદીને...

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..