Skip to main content

Gandhinagar: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી થશે ઓનલાઈન, વેબ પોર્ટલ થયું લોન્ચ

ગાંધીનગર: કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે. ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(રેરા ટ્રિબ્યુનલ)ની સ્થાપના કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું. આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલના માધ્યમથી ૧૭ જેટલી વિવિધ સેવા-કામગીરી ઓનલાઈન ઉપલબ્ધ થશે. આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો. રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં,

(૧) અપીલ ફાઇલિંગ અને નોંધણી, (૨) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, (૩) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, (૪) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (Limitation Calculation and Delay Condonation Application), (૫) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ, (૬) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી, (૭) સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, (૮) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, (૯) દૈનિક યાદી (Daily Cause List), (૧૦) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (૧૧) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (૧૨) ચેતવણીની સૂચના (Caveat), (૧૩) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA), (૧૪) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), (૧૫) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, (૧૬) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, (૧૭) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો.....

CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..