Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર

ખેડા: રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. અહીં મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીના મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

વોર્ડ નંબર પાંચના મતદાન મથક 3 ખાતે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વીરેન્દ્રસિંહ સુખાભાઈ બારીયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીધેલો પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનિશ શિક્ષક છે. આ ઘટના બાદ કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડીંગ ઓફિસ ને હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર પીઘેલો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. હાલ પીધેલા પ્રિસાઇડીંગ ઓફિસરને સોનાવાલા હાઈસ્કૂલમાં મહેમદાવાદ પાલિકા ચુંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યો છે.

જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ

જૂનાગઢમાં આજે મહાપાલિકાની ચૂંટણી યોજાઈ છે. મહાપાલિકાના 15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતાં 13 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 251 મતદાન મથકો પર કુલ 157 ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે.

251 મતદાન મથક પર 1424 પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં કાર્યરત છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 229116 મતદારો નોંધાયા છે. 117163 પુરુષ અને 111943 મહિલા અને 10 અન્ય મતદારો નોંધાયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 113 સંવેદનશીલ બુથ અને 16 અતિ સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે.

શક્તિસિંહ ગોહિલે બીજેપી પર કર્યા આકરા પ્રહારો

ગુજરાતમાં લોકલ ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નગરપાલિકાની ચુંટણીને લઈને માહિતી આપી હતી.ચૂંટણી પવિત્ર પર્વ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર અને રૂપિયાના જોરે લડી રહ્યા છે.

અમુક ઉમેદવારોને કાવાદાવાઓ કરવામા સફળ થયા છે.બિન હરીફ કરાવીને મતદારોને મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે. તમે કામો કર્યા હોય તો તમે શા માટે બિન હરીફ કરાવો છો. નળ,ગટર અને રસ્તા એટલે નગર રાજ્યમાં ક્યાંય સારા નથી. 5 વર્ષ પહેલાં ચૂંટણીના પરિણામો નિરાશા જનક રહ્યા હતા.

ગઈકાલે ભાજપના નેતા 500-500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદાન કરવા કહેતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ રૂપિયા વિતરણ કરતા હોય તેવો વિડીયો જાહેર કર્યો હતો.જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હું ગયો હતો. જૂનાગઢમાં 6 ફાટકો અને 8 રેલવે ક્રોસિંગ છે. દર વખતે ચૂંટણીમાં ભાજપ નેતાઓ રેલવે ક્રોસિંગમાંથી મુક્ત કરવામાં વાયદાઓ કરે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ અમેરિકાએ ટેરીફ ઘટાડવાની ના પાડી દીધી છે. વિદેશ નીતિઓ અંગે બેઠક નિષ્ફળ ગઈ કહેવાય.આપણી સરકારે લાલ આંખ કરવાને બદલે વિદેશ મંત્રીએ સાંસદમાં ટ્રમ્પે બધું સારું કર્યું હોય તેવુ હતું.

કોલંબિયા જેવો દેશ નાગરિકોને હાથકડીઓ પહેરવા દીધી નથી.ગેરકાયદેસર હોઈ તો અમને કહો અમારું પ્લેન આવી લઈ જશે. હાથકડી પહેરાવવાની કોઈ જરૂર નથી તેવું કોલંબિયા જેવા દેશે કરી બતાવ્યું હતું, તો ભારત જેવો આવડો મોટો દેશ કેમ ન કરી શક્યો. ભારતીયોને અમદાવાદમાં ઉતારવામાં કેમ ન આવ્યા,અહીં તમે બેડીમાં જકડીને કેમ લાવ્યા,ગુજરાતની પોલીસે પણ અમેરિકાથી આવેલા લોકોને તત્કાલીક પૂછપરછ કરી હતી. દિલ્હી ચૂંટણીના પરિણામોની આ ચૂંટણી પર કોઈ અસર નહિ રહે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય રાજ્યોના મુદ્દાઓ અસર નહિ કરે. રાજકોટના કુંભમેળામાં મેયર કાર લઈને જવાના મામલે શક્તીસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પાડાઓની લડાઈમાં જાડનો સોથ વળે છે.

ભાજપના મોટા નેતાઓની લડાઈમાં નાના નેતાઓ ભોગ બને છે. સંનિષ્ઠ કાર્યકરોને રોજરોજ અપમાનિત કરવામાં આવે,ભાજપમાં ધનસંગ્રહ કરતા નેતાઓ આગળ પડતા છે.પરિવર્તન દુનિયાનો નિયમ છે. ભરત સોલંકી અને દિપક બાબરીયા અમારા સંનિષ્ઠ કાર્યકરો છે.બન્ને સારા નેતાઓ છે, તેની શક્તિનો ઉપયોગ જરૂર પડ્યે કરવામાં આવશે જ.

આ પણ વાંચો...

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ

Comments
Post a Comment