
<p>Gujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ</p> <p>Local body Election:આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલિકા સહિત , 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે. આ ચૂંટણી પ્રક્રિયા 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો તથા 15 અન્ય મતદાતા છે. કુલ 38,86,285 મતદારો છે. આ મતદાન દરમિયાન 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે.</p> <p>ઉલ્લેખનિય છે કે, 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થઇ છે. કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાનગર પાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે.ય જેમાં 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે.તેથી કુલ મળીને 212 ઉમેદવાર બિન-હરીફ ચૂંટાઈ આવ્યા.આજે મતદાન વચ્ચે રાજ્યમાં લગ્નસરાની પણ સિઝન હોવાથી મતદાન નિરસ રહેવાનો અંદાજ લગાવી રહાયો છે. રાજ્યના 4 હજાર 390 મતદાન મથકો પર મતદાન થશે. 8 હજાર 351 ઈવીએમ બેલેટ યુનિટ અને 28 હજારથી વધુ પોલિંગ સ્ટાફની નિયુક્તિ કરાઈ</p> <p> </p>
Comments
Post a Comment