Gujarat Local Body Elections Result: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, પાલિકા-પંચાયતો કોન કરશે રાજ, ભાજપ કે કોંગ્રેસનો ?

Gujarat Local Body Election 2025: રવિવાર 16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાયુ હતુ. આમાં 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લોકો હોંશભેર મતદાન કર્યુ હતુ, હવે આજે આ તમામનું પરિણામ આવી રહ્યું છે. ચૂસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારથી મતગણતરી શરૂ થઇ રહી છે. જાણો આજે ક્યાં લહેરાશે ભાજપનો ભગવો અને ક્યાં પંજો મારશે બાજી ?

16 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણીજંગનું પરિણામ આજે આવશે. આજે સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓની પરિણામ આજે જાહેર થશે. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ક્યાંક EVM ખોટકાયાની ફરિયાદ તો ક્યાંક બટન નહીં દબાતું હોવાના કારણે હોબાળો મચ્યો હોવાની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. તો કેટલીક જગ્યાઓ પર ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે. તો આજે બપોર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોમાંથી કોણ વિજય પતાકા લહેરાવશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

ચાર નગરપાલિકામાં પહેલાજ ભાજપની જીત
4 નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી. જેથી આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી હતું.

મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન
કુલ 68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું છે. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું છે. જોકે આ મતદાનમાં શહેર કરતાં ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ વધારો દેખાયો હતો. મનપા અને પાલિકા કરતાં તાલુકા પંચાયતમાં વધુ મતદાન થયું છે.

પાંચ હજારથી ઉમેદવારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ
ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 4 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો

રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો

Comments
Post a Comment