
<p><strong>પંચમહાલ :</strong> ચાંપાનેર સમલાયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં આગની ઘટના બની છે. મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આ આગની ઘટના બની છે. આગની ઘટનાને પગલે ટ્રેન ઈમરજન્સીમાં રસ્તામાં થોભાવી દેવામાં આવી છે. ટ્રેનમાં ઉપલબ્ધ ફાયર ઉપકરણોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે. આ બનાવને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. </p> <p>ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટનાને પગલે મુસાફરો ભયનાં માર્યા ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. હાલ ટ્રેનને સમલાયા રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી છે. આ બનાવ ને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી છે. </p>
Comments
Post a Comment