Skip to main content
ગુજરાતના 12% ખેડૂતોને નહીં મળે પીએમ કિસાનનો હપ્તો? રાજ્ય સરકારે ફાર્મર રજિસ્ટ્રેશનને લઈ કર્યો મોટો ખુલાસો
PM Kisan Portal Registration: 'ડિજિટલ ઈન્ડિયા મિશન' (Digital India Mission) અંતર્ગત કૃષિ ક્ષેત્રે ગુજરાતે (Gujarat) રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારના સતત પ્રયાસોને કારણે 'ફાર્મર રજિસ્ટ્રેશન' (Farmer Registration) મામલે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે, જે વહીવટી કાર્યક્ષમતા દર્શાવે છે.
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના મહત્વકાંક્ષી 'ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ' (Digital Agri Stack Project) હેઠળ રાજ્યમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ મહેનતના પરિણામે 'પી.એમ. કિસાન પોર્ટલ' (PM Kisan Portal) પર ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરીમાં ગુજરાતે ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશમાં ચોથો (4th) ક્રમ મેળવ્યો છે.
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 88% ખેડૂતોનું રજિસ્ટ્રેશન, 'કેવાયસી' (know your customer - KYC) અને જમીનના દસ્તાવેજો (Land Records) અપલોડ કરવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આ કામગીરી પૂર્ણ થવાથી યોજનાઓમાં પારદર્શિતા આવશે અને ખોટા લાભાર્થીઓને દૂર કરી શકાશે. જોકે 88 ટકા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું ત્યારે બાકીના જે 12 ટકા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું નથી તો તેમને પીએમ કિસાનનો આગામી હપ્તો મળશે કે નહીં તે એક મોટો સવાલ છે.
ખેડૂતોને (Farmer) પારદર્શક રીતે સીધો લાભ મળે તે માટે રાજ્યમાં મોટાપાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના ફળસ્વરૂપે રાજ્યમાં કુલ 59 Lakh લાભાર્થી ખેડૂતોએ 'ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ' પર પોતાની નોંધણી કરાવી છે. આ ડેટાબેઝ તૈયાર થવાને કારણે ભવિષ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવો વધુ સરળ અને ઝડપી બનશે.
ગુજરાત સરકારની આ ઝડપી અને સચોટ કામગીરીની નોંધ દિલ્હી સુધી લેવાઈ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યની આ કામગીરીથી પ્રભાવિત થઈને ભારત સરકારે (Central Government) ગુજરાતને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કેન્દ્ર દ્વારા 'સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ' (Special Central Assistance) સ્કીમ હેઠળ રાજ્યને ₹206 Crore ની વિશેષ નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
કેન્દ્ર તરફથી મળેલી આ તોતિંગ રકમનો ઉપયોગ રાજ્યના કૃષિ (Farming) માળખાને વધુ મજબૂત કરવા અને ખેડૂતોની સુખાકારી માટે કરવામાં આવશે. આમ, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાતે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સર કર્યું છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...