
https://ift.tt/GU9sHXj ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યના લાખો શિક્ષિત બેરોજગારો માટે રોજગારીનો પિટારો ખોલ્યો છે. મંડળ દ્વારા ક્લાસ-3ની વિવિધ સંવર્ગની 5370 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. 20મી ફેબ્રુઆરીએ રાતના 11:59 સુધીમાં https;//oj as.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરતી વખતે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અને એલસી સહિતના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ ટ્સ પાસે રાખવાના રહેશે. જો એપ્લિકેશનમાં ખોટી વિગત ભરાશે તો અરજી રદ થઈ શકે છે. ખાસ વાત એ છે કે પરીક્ષા અને ભરતી અંગેની તમામ સૂચનાઓ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે. ગ્રુપ-A - વર્ણનાત્મક સવાલો પૂછાશે ગ્રુપ-B - હેતુલક્ષી - એમસીક્યૂ ગોખણપટ્ટી નહીં સ્માર્ટવર્કથી જ સફળતા નિષ્ણાત હર્ષ પટેલ કહે છે કે હવે પ્રાથમિક પરીક્ષા માત્ર એક ‘ગેટ-પાસ’ (સ્ક્રીનિંગ ટેસ્ટ) છે. તેના ગુણ મેરિટમાં ગણાવાના નથી, એટલે કે અહીં તમારો ટાર્ગેટ માત્ર લિસ્ટમાં સ્થાન મેળવવાનો હોવો જોઈએ. 120 મિનિટમાં 150 પ્રશ્નો અને સાથે 0.25 નેગેટિવ માર્કિંગનું જોખમ! આનો સીધો અર્થ એ છે કે હવે આડેધડ ‘તુક્કાબાજી’ કરવા જશો તો મેદાનની બહાર ફેંકાઈ જશો. નિર્ધારિત સિલેબસ મુજબ ચોકસાઈપૂર્વક મહેનત કરો. ગ્રુપ-A માટે જો તમે અધિકારી બનવા માંગતા હોવ, તો તમારે 300 માર્કસની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝમાં ‘વર્ણનાત્મક લેખન’નો કસબ કેળવવો પડશે.ગ્રુપ-B માટે અહીં 200 માર્કસના MCQ આધારિત પ્રશ્નો હશે.
Comments
Post a Comment